Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

ભગવાન મહાવીર સ્‍વામીના જન્‍મ કલ્‍યાણક દિને ધર્મયાત્રા

જૈનમનું આયોજનઃ ‘ત્રિશલાનંદન વીરકી, જય બોલો મહાવીર કી'ના ગગનભેદી નાદ સાથે વિરાણી પૌષધશાળા ખાતે ધર્મસભામાં સાધુ-સાધ્‍વીજીઓ આશિર્વચન ફરમાવશેઃ ફલોટસ માટે ૧૧ હજાર અનુમોદના, પાંચ શ્રેષ્‍ઠ ફલોટસને રોકડ

રાજકોટઃ જૈનમ્‌ દ્વારા શ્રમણ ભગવાન મહાવીર સ્‍વામીના જન્‍મ કલ્‍યાણક દિને તા.૪  એપ્રિલને ગુરૂવારનાં રોજ ભવ્‍યાતિત વીર પ્રભુની ધર્મયાત્રા ત્રિશલાનંદન વીરકી, જય બોલો મહાવીર કી'ના ગગન ભેદી નાદ સાથે યોજાશે. સવારે ૮ કલાકે રથયાત્રા રૂટ :સવારે ૮  કલાકે મણીયાર દેરાસરજીથી પ્રારંભ,  શ્રીમદ્‌ રાજચંદ્ર મંદિર, ફુલછાબ ચોક, અકિલા પ્રેસ, મોટી ટાંકી ચોક, લિમડા ચોક, જવાહર રોડ,  ત્રિકોણ બાગ, બાપુનાં બાવલા, ભુપેન્‍દ્ર રોડ, મુળવંતભાઈ દોમડીયા ચોક, ડુંગરસિંહજી મ.સા. ચોક,  શ્રી વિરાણી પૌષધશાળા ખાતે સમાપન-ધર્મસભા પરિવર્તીત થશે.

ધર્મયાત્રામાં રાજકોટમાં બિરાજમાન પૂજનીય સાધુ-સાધ્‍વીજી ભગવંતોની પાવન નિશ્રામાં ૨૪ આકર્ષક ફલોટ્‍સ સાથે બહોળી સંખ્‍યામાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાશે.  આ ધર્મયાત્રામાં પ્રભુવીરના જીવનદર્શનને લગતા ફલોટસ, જૈન સમાજ દ્વારા થતી ધાર્મિક-સામાજિક પ્રવૃતિઓના ફલોટસ, જીવદયાના ફલોટસ સામેલ થશે. ઉપરાંત ધર્મયાત્રાનાં રૂટ ઉપર આકર્ષક અને મનમોહક રંગોળી, ભગવાનનો રથ, ધર્મધજા, સુશોભીત કરેલ કાર-બાઈક-સાઈકલ સવારો, કળશધારી બાળાઓ, બેડાધારી બહેનો, બાળકોની વેશભુષા, રાસની રમઝટ બોલાવતી રાસ મંડળી, નાસિક ઢોલની સાથે સાથે મ્‍યુઝીકલ બેન્‍ડ સુરાવલી રેલાવતા સાથે ભવ્‍ય ધર્મયાત્રા નિકળશે.ધર્મસભા બાદ પ્રભાવના માતુશ્રી સુશીલાબેન કાંતીલાલ વોરા તથા શ્રીમતિ માલાબેન રાજેશભાઈ પારેખ દ્વારા લાભ લીધેલ છે.

ફલોટસ બનાવનાર તમામને રૂા.૧૧૦૦૦ ની અનુમોદના આપવામાં આવશે. ઉપરાંત ફલોટસમાં શ્રેષ્‍ઠ પાંચ ફલોટસને ઇનામો આપવામાં આવશે. જેમાં પ્રથમ નંબરને રૂા. ૫૦૦૦, બીજા નંબરને રૂા. ૪૦૦૦,  ત્રિજા નંબરને રૂા. ૩૦૦૦, ચોથા નંબરને રૂા. ૨૦૦૦,  પાંચમા નંબરને રૂા. ૧૦૦૦નો રોકડ પૂરસ્‍કાર આપવામાં આવશે. ધર્મયાત્રાની શરૂઆતમાં લકકી ડ્રોની ટીકીટો આપવામાં આવશે. જેનો ડ્રો ધર્મસભામાં કરવામાં આવશે. ફલોટ બુકીંગ માટે અમીત દોશી-૯૩૨૭૪ ૯૧૯૭૩, ઉદય ગાંધી-૯૪૨૬૬ ૨૨૧૨૨, હેમલ પારેખ-૯૯૦૯૪ ૧૧૩૯૯, મૌલીક મહેતા-૯૪૨૮૭ ૮૮૫૮૩ ઉપર સંપક કરવાનો રહેશે.

ધર્મયાત્રામાં જૈન સમાજનાં બાળકો વેશભુષા સાથે બહોળી સંખ્‍યામાં જોડાશે. આ વેશભુષામાં જોડાનાર બાળકને ઈનામો આપી પ્રોત્‍સાહિત કરવામાં આવશે.  બાળકોની વેશભુષા માટે ઋષભ શેઠ- ૯૩૭૪૮ ૩૯૭૪૭, અમિષ દેસાઈ-૯૮૨૫૬ ૨૮૧૮૦, નિપૂણ દોશી-૯૮૨૫૫ ૯૭૬૧૨ નો સંપર્ક કરવો.

ધર્મસભાનાં રૂટ ઉપર મનમોહક અને આકર્ષક રંગોળીનું આયોજન કરવામાં આવેલ છે, જેના રંગોળી સ્‍પર્ધાનાં વિજેતાઓને રોકડ પુરસ્‍કાર આપવામાં આવશે. જયારે રંગોળી સ્‍પર્ધામાં કોઇપણ જ્ઞાતિનાં ભાઈ-બહેનો જોડાય શકે છે તેનાં રજીસ્‍ટ્રેશન માટે પારસ શેઠ - ૯૮૨૫૨ ૮૮૩૩૨, જય મહેતા - ૯૮૯૮૨ ૬૭૯૩૩, હેમલ શાહ - ૯૮૨૪૮ ૨૨૬૮૨, ફેનીલ મહેતા - ૯૦૩૩૭ ૨૨૪૮૨, શૈલેન શાહ - ૯૭૨૫૪ ૪૦૦૦૫, અક્ષત પારેખ - ૯૪૨૬૪ ૦૧૧૦૪, જીજ્ઞેશ મહેતા - ૯૮૭૯૭ ૮૧૬૪૧

શ્રી વિરાણી પૌષધશાળા ખાતે રાજકોટમાં બિરાજમાન સ્‍થાનકવાસી, મૂર્તિપૂજક સંદ્યોનાં સાધુ-સાધ્‍વજીઓની પાવનનિશ્રામાં શ્રી મહાવીર સ્‍વામી જન્‍મ કલ્‍યાણક મહોત્‍સવનું આયોજન કરવામાં આવેલ છે. આ તકે પધારેલ સાધુ-સાધ્‍વીશ્રીઓ આશિર્વચન ફરમાવશે.

આ ભવ્‍યાતિ ભવ્‍ય આયોજનમાં રાજકોટનાં શ્રી સ્‍થાનકવાસી જૈન મોટા સંદ્ય, શ્રી રાજકોટ જૈન તપગચ્‍છ સંદ્ય(માંડવી ચોક દેરાસર), શ્રી રોયલ પાર્ક સ્‍થાનકવાસી જૈન મોટા સંઘ, શ્રી શાલીભદ્ર સરદારનગર જૈન સંઘ, શ્રી સદર સ્‍થાનકવાસી જૈન સંઘ, શ્રી આનંદનગર સ્‍થાનકવાસી જૈન ઉપાશ્રય, શ્રી રામકૃષ્‍ણનગર સ્‍થાનકવાસી જૈન સંઘ, શ્રી ભકિતનગર સ્‍થાનકવાસી જૈન સંઘ, શ્રી ગીતગુર્જરી સ્‍થાનકવાસી જૈન ઉ૫ાશ્રય,  શ્રી ગોંડલ રોડ વેસ્‍ટ સ્‍થાનકવાસી જૈન ઉપાશ્રય, શ્રી નેમીનાથ વિતરાગ સ્‍થાનકવાસી જૈન સંઘ, શ્રી ઈન્‍દ્રપ્રસ્‍થ સ્‍થાનકવાસી જૈન સંઘ, શ્રી નાલંદા જૈન સંઘ, શ્રી મનહરપ્‍લોટ સ્‍થાનકવાસી જૈન ઉપાશ્રય, શ્રી સંઘાણી સ્‍થાનકવાસી જૈન સંઘ, શ્રી નવકાર જૈન મંડળ, શ્રી ઋષભદેવ સ્‍થાનકવાસી જૈન ઉપાશ્રય, શ્રી અજરામર સ્‍થાનકવાસી જૈન સંઘ, શ્રી શેઠ સ્‍થાનકવાસી જૈન સંઘ, શ્રી પ્રહલાદ પ્‍લોટ સ્‍થાનકવાસી જૈન સંઘ, શ્રી મહાવીરનગર સ્‍થાનકવાસી જૈન ઉપાશ્રય, શ્રી ઉગ્‍વસગ્‍ગહરં સાધના સ્‍થાનકવાસી જૈન ઉપાશ્રય, શ્રી જંકશનપ્‍લોટ સ્‍થાનકવાસી જૈન  સંઘ, શ્રી જૈન ચાલ સ્‍થાનકવાસી જૈન સંઘ, શ્રી શ્રમજીવી સ્‍થાનકવાસી જૈન ઉ૫ાશ્રય, શ્રી રેસકોર્ષ પાર્ક સ્‍થાનકવાસી જૈન  સંઘ, શ્રી વૈશાલીનગર સ્‍થાનકવાસી જૈન સંઘ, શ્રી રાજગીરી ઉપાશ્રય(પંચાયતનગર), શ્રી પંચવટી શ્રેતાંબર મુર્તિપૂજક જૈન તપગચ્‍છ સંઘ, શ્રી જાગનાથ શ્રેતાંબર મુર્તિપૂજક જૈન સંઘ, શ્રી જાગનાથ જિનાલય, શ્રી કાલાવડ રોડ શ્રેતાંબર મુર્તિપૂજક જૈન તપગચ્‍છ સંઘ (પારસધામ), શ્રી શાંતિનાથ શ્રેતાંબર મુર્તિપૂજક જૈન તપગચ્‍છ સંઘ, શ્રી મણીયાર જૈન દેરાસર શ્રાવક-શ્રાવિકા, શ્રી સિધ્‍ધચક્ર શ્રેતાંબર મુર્તિપૂજક જૈન તપગચ્‍છ સંઘ (કાચ જિનાલય), શ્રી રૈયા રોડ શ્રેતાંબર મુર્તિપૂજક જૈન તપગચ્‍છ સંઘ, શ્રી વર્ધમાનનગર જૈન સંઘ, શ્રી પ્રહલાદ પ્‍લોટ શ્રેતાંબર મુર્તિપૂજક જૈન તપગચ્‍છ સંઘ, શ્રી આનંદનગર શ્રેતાંબર મુર્તિપૂજક જૈન તપગચ્‍છ સંઘ, શ્રી યુનિવર્સિટી રોડ શ્રેતાંબર મુર્તિપૂજક જૈન તપગચ્‍છ સંઘ,  શ્રી ગાંધીગ્રામ શ્રેતાંબર મુર્તિપૂજક જૈન સંઘ, શ્રી વિમલનાથ દેરાસર, શ્રી સાધુવાસવાણી રોડ જૈન તપગચ્‍છ સંઘ, શ્રી કૃષ્‍ણનગર જૈન તપગચ્‍છ સંઘ, શ્રી રણછોડનગર જૈન તપગચ્‍છ સંઘ, શ્રી નંદનવન દેરાસર-યુનિ.રોડ, શ્રી દિગંબર જૈન સ્‍વાઘ્‍યાય મંદિર ટ્રસ્‍ટ, શ્રી પંચનાથ પ્‍લોટ અને તીરૂપતિનગર (કાનજી સ્‍વામી સંપ્રદાય), શ્રી રાજચંદ્ર મુમુક્ષુ મંડળનાં પદાધિકારીઓએ શ્રાવક-શ્રાવિકાઓને ઉત્‍સાહ ભેર જોડાવવા અપીલ કરી છે.

 ધર્મયાત્રામાં કાર સાથે જોડાવવાનાં રજીસ્‍ટ્રેશન માટે જીતુ લાખાણી-૯૩૭૪૧ ૦૧૫૭૪, વૈભવ સંદ્યવી - ૯૪૨૬૯ ૦૬૭૨૭, નિશાંત વોરા - ૯૮૨૫૨ ૫૭૮૯૯, હિતેશ શાહ - ૯૮૨૪૩ ૫૧૫૩૩, કિર્તી દોશી - ૯૪૨૯૦ ૪૮૭૨૮ તેમજ બાઈક રજીસ્‍ટ્રેશન માટે ઋષી વસા - ૯૯૨૪૧ ૧૫૮૫૯, સમીપ કોઠારી - ૯૫૭૪૦ ૧૩૧૩૯, વંદિત દામાણી - ૮૫૧૧૧ ૫૭૮૭૨, કેવીન ઉદાણી - ૮૧૫૩૯ ૩૯૨૨૭, આકાશ ભાલાણી -  ૮૧૪૦૨ ૬૭૨૬૭.

સમગ્ર આયોજનમાં રાજકોટના તમામ જૈન સોશ્‍યલ ગુ્રપ્‍સ જેમ કે મેઇન, વેસ્‍ટ, મીડટાઉન, ડાઉન ટાઉન, રોયલ, એલીટ, યુવા, સેન્‍ટ્રલ, સંગીની મીડટાઉન, ડાઉન ટાઉન, એલીટ, જૈન જાગૃતિ સેન્‍ટર-મેઇન, જૈન યુવા ગ્રુપ, જૈન યુવા ગ્રુપ જુનિયર, અર્હમ સેવા યુવા ગ્રુપ, દિગંબર સોશ્‍યલ ગ્રુપ તેમજ પ્રભાવનાની વ્‍યવસ્‍થામાં શ્રી સરદારનગર યુવક મંડળ  જોડાશે.

તસ્‍વીરમાં જૈન આગેવાનો સર્વશ્રી નિલેશભાઈ શાહ, યતેન્‍દ્રભાઈ જૈન, ચેતનભાઈ કામદાર, રાજેશભાઈ મોદી, નિલેશભાઈ કામદાર અને ધવલભાઈ ગાંધી નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(5:24 pm IST)