Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

વિશ્વ મહિલા દિવસ નિમિત્તે અને સ્‍વ. દિપ્તીબેન સંજયભાઇ જાવીયાની સ્‍મૃતિમાં વિનામૂલ્‍યે ડેન્‍ટલ કેમ્‍પ યોજાયો

એસીપી ડેન્‍ટલ કેરના ડો. આશીષ જૈન તથા ડો. ચાર્મી છજલાની જૈનની સેવા

રાજકોટ, તા. ર૦ :  વિશ્વ મહિલા દિવસ નિમીતે અને સ્‍વ. દિપ્તીબેન સંજયભાઈ જાવીયા ની સ્‍મળતિમાં ‘ACP' ડેન્‍ટલ કેર ખાતે ફકત મહિલાઓ માટે દાંતને લગતા તમામ રોગોના ફ્‌વી નીદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ હતુ. આ કેમ્‍પમાં  ‘ACP ડેન્‍ટલ કેર' ના  ડોકટરો ડો આશીષ છજલાની જૈન (BDS,MS) દાંત બચાવવાના નિષ્‍ણાંત (રૂટ કેનાલ સ્‍પે.) ડો. ચાર્મી પાડલિયા છજલાની (BDS,MS) ડેન્‍ટલ સર્જન અને ઈમ્‍પ્‍લાન્‍ટોલોજીસ્‍ટ દ્વારા સેવાઓ આપવામાં આવી હતી. આ તકે જયોત્‍સનાબેન ટીલાળા (ચેરમેન ફાયર તથા શીશુ કલ્‍યાણ) કિરણબેન માંકડીયા (પ્રમુખ મહિલા મોરચો રાજકોટ શહેર) કાશ્‍મીરાબૈેન નથવાણી (ભાજપ મહિલા અગ્રણી), નીતાબેન વધાસીયા. પુર્વ કોર્પોરેટર, મનીષાબેન માકડીયા (વોર્ડ નં ૯ મહિલા પ્રમુખ) દેવયાનીબેન માંકડ, જયૌતીબેન લાખાણી (પ્રભારી વોર્ડ નં. ૯) માધવીબેન જોગીયા (વોર્ડ નં. ૯) તથા અન્‍ય મહિલા અગ્રણીઓ દ્વારા સ્‍વ.દિપ્તીબેન જાવીયા ને શ્રઘ્‍ઘાંજલી અર્પી દિપ પ્રગટાવી અને ફ્રી નીદાન કેમ્‍પ ને ખુલ્લો મુકવામાં આવ્‍યો હતો.

(5:22 pm IST)