Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

સગીર બાળકનો કબજો મેળવવા પિતાએ કરેલ વચગાળાની અરજી નામંજુર

રાજકોટ તા. ર૦: પિતા દ્વારા કરેલ બાળકની વચગાળાની કસ્‍ટડીના મંજુર કરતો ડોમેસ્‍ટીક વાયોલેન્‍સ એકટની કલમ હેઠળ માતા તરફે

મહત્‍વનો ચુકાદો કોર્ટે આપેલ હતો.

આ કેસની હકીકત એવી છે કે, હિનાબેન સોહીલભાઇ લાલાણીએ પોતાના પતિ તેમજ સાસરીયા વિરૂધ્‍ધ ઘરેલું હિંસા ધારા-૧ર મુજબની અરજી કરેલ જે કેસમાં વચગાળા પેટે કોર્ટે ભરણપોષણ મંજુર કરેલ આ કેસમાં સામાવાળાઓ સોહિલ લાલાણી એટલે કે અરજદારના પતિ દ્વારા ઘરેલું હિંસા ધારાની કલમ-ર૧ મુજબ પોતાના બાળકની વચગાળાની કસ્‍ટડી માટે અરજી કરેલ હતી.

આ અરજી ચાલી જતા અરજદારના એડવોકેટ બકુલ વી. રાજાણીએ દલીલ કરેલ કે સામાવાળાઓને આ કાયદાની કલમ-ર૧ મુજબ અરજી કરી શકે નહીં કાયદો સ્‍પષ્‍ટ છે કે ભોગ બનનાર અરજદાર જે કલમ-ર૧ મુજબ કરી શકે જે દલીલ માન્‍ય રાખી નામદાર રાજકોટની કોર્ટ દ્વારા કલમ-ર૧ મુજબની અરજી સામાવાળાની રદ કરેલ છે જે રાજકોટ કોર્ટનો મહત્‍વનો ચુકાદો માની શકાય.

આ કામમાં અરજદાર વતી રાજકોટના ધારાશાસ્રી-શ્રી બકુલ વી. રાજાણી, આર. ડી. ગોહીલ, પ્રકાશ પરમાર, કોમલ વી. રાવલ, હર્ષ ઘીયા વિજયસિંહ ઝાલા, ઇન્‍દ્રવિજયસિંહ રાઓલ તથા લીગલ કલાર્ક તરીકે દિલીપભાઇ ત્રિવેદી રોકાયેલ હતાં.

બકુલ રાજાણી એડવોકેટ

કોમલ રાવલ એડવોકેટ

(5:19 pm IST)