Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

ચૂનારાવાડ ચોક પાસેથી બાબુ ચોરાઉ મોબાઇલ સાથે પકડાયો

ક્રાઇમ બ્રાંચના એએસઆઇ ફીરોઝભાઇ શેખ અને હેડ કોન્‍સ. દેવશીભાઇ ખાંભલાની બાતમી

રાજકોટ,તા. ૨૦ : શહેરના ચુનારાવાડ ચોક પાસેથી ક્રાઇમ બ્રાંચની બાતમીના આધારે દરોડો પાડી ચોરાઉ મોબાઇલ સાથે છોટુનગર શખ્‍સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ ચુનારાવાડ ચોક પાસે એક શખ્‍સ ચોરાઉ મોબાઇલ ફોન સાથે ઉભો હોવાની ક્રાઇક બ્રાંચના એ.એસ.આઇ ફીરોઝભાઇ શેખ અને હેડ કોન્‍સ. દેવશીભાઇ બાંભલાને બાતમી મળતા ચુનારાવાડ ચોક ડાભી હોટલ પાસેથી બાબુ ભનાભાઇ અધારીયા (ઉવ.૫૦) (રહે. હનુમાન મઢી પાસે છોટુનગર મેઇન રોડ પર)ને રૂા. ૧૦,૦૦૦ની કિંમતનો ચોરાઉ મોબાઇલ ફોન સાથે પકડી લીધો હતો. આ કામગીરી પીઆઇ બી.ટી.ગોહિલના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ ફીરોઝભાઇ શેખઘ હેડ કોન્‍સ. દેવશીભાઇ ખાંભલા, ભરતસિંહ પરમાર, ડી.ડી.જાડેજા, રોહીતભાઇ કછોટ અને સહદેવસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી.

(5:18 pm IST)