Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

વડવાજડી ગામે જર્જરીત બનેલા ૪ ચેકડેમોનું રીપેરીંગ કામ આર્થિક સહયોગથી પૂર્ણ

રાજકોટઃ જિલ્‍લાના કાલાવડ રોડ પર વડવાજડી ગામે છેલ્લા ઘણા સમયથી ચેકડેમો જર્જરીત હાલતમાં હતા અને તેમાં માટી ભરાઇ જતા એકદમ છીછરા પણ હતા. ગામના લોકો દ્વારા ગીરગંગા પરિવાર ટ્રસ્‍ટનો સંપર્ક કરતા તે સંસ્‍થાના પ્રમુખ દિલીપભાઇ સખીયા અને ટ્રસ્‍ટીઓ સાથે રૂબરૂ મુલાકાતે આવી સર્વે કરેલ ત્‍યારબાદ ખેડુતો સાથે લઇને આજુબાજુના ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેનોને મળવાનું નકકી કરેલ. ફિનિકસ રિસોર્ટના માલિક રાજેશભાઇ મહેતા અને રમેશભાઇ ઠકકરને રૂબરૂ મળતા તેઓએ ત્રણ ચેકડેમનો રીપેરીંગ તેમજ ગૌભકત એવા ભરતભાઇ પરસાણા દ્વારા એક ચેકડેમના રિપેરિંગ માટે આમ કુલ ચાર રિપેરિંગ માટે આર્થિક સહયોગ ચેકડેમ પૂર્ણ કરેલ છે

વડવાજળી ગામે ગીરગંગા પરિવારના પ્રમુખ દિલીપભાઇ સખીયા, ટ્રસ્‍ટીઓ દિનેશભાઇ પટેલ, વિઠલભાઇ બાલધા, રતીભાઇ ઠુમ્‍મર, લક્ષ્મણભાઇ શિંગાળા, રમેશભાઇ જેતાણી, અશોકભાઇ મોલીયા, મનીષભાઇ માયાણી દ્વારા ચોમાસામાં આ ડેમો રિપેર કરી અને ઊંંચા લેવામાં આવેલા જે ચેકડેમ તુટતા બચી ગયા અને વરસાદ આવતા પાણીનો ખુબ મોટો જથ્‍થો ભરાતા જમીનમાં ઉતરેલ છે. જેના થકી પશુ-પક્ષી, જીવજંતુઓને અને ખેડુતોને પોતાના ઉત્‍પાદનમાં પાણીની ખુબ મોટો ફાયદો થશે તેમ જણાવેલ

આ જ રીતે પોતાના ગામમં કે પોતાના વિસ્‍તારમાં તુટેલા ચેકડેમો રીપેર કરાવે, ઉંચા ઉપડાવે અને ઉંડા કરાવે એવી વાજડી ગામના સરપંચ મહેન્‍દ્રસિંહ ડાભી, અભેસંગભાઇ, ખરેડીયા, વનરાજસિંહ ડાભી, પ્રવિણસિંહ ખેરડીયા, રણજીતસિંહ ખેરડીયા અને સિદ્ધરાજસિંહ ખેરડીયાએ લોકોને વિનંતી કરી છે.(તસ્‍વીરઃ સંદીપ બગથરીયા)

(5:16 pm IST)