Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

બોર્ડમાં મંત્રી અને ધારાસભ્‍ય સહિતના પાંચ સભ્‍યો ગેરહાજર

રાજકોટ : મ્‍યુનિ. કોર્પોરેશનના દર બે મહિને મળતા આજના જનરલ બોર્ડમાં ભાજપના ૬૮ પૈકી ૪ તથા કોંગ્રેસના ર પૈકી ૧ કોર્પોરેટર ઉપસ્‍થિત રહ્યા ન હતાં. અત્રે નોંધનીય છે કે, કોંગ્રેસના નગર સેવક મકબુલ દાઉદાણીએ અગાઉની રજા રીપોર્ટ મુકયો હતો. જયારે ભાજપના જયોત્‍સનાબેન ટીલાળા, ભારતીબેન મકવાણા સહિતના સભ્‍યો ગેરહાજર રહ્યા હતાં.

અત્રે નોંધનીય છે કે, રાજયના કેબીનેટ મંત્રી અને વોર્ડ નં. ૧ ના કોર્પોરેટર ભાનુબેન બાબરીયા, રાજકોટ-૬૯ (પમિ)ના ધારાસભ્‍ય અને વોર્ડ નં. રના કોર્પોરેટર ડો. દર્શિતાબેન શાહ વિધાનસભામાં સત્ર કાર્યરત હોવાથી મનપાની સામાન્‍ય સભામાં ઉપસ્‍થિત રહી શકયા ન હતાં.

(5:10 pm IST)