Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

ધો. ૧૦માં વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્ર પણ પાઠયપુસ્‍તક આધારે સહેલુ નિકળ્‍યું

રાજકોટ તા. ૨૦ : ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચતર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ચાલતી ધો. ૧૦ અને ૧૨ની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. મોટાભાગના પ્રશ્નપત્ર સહેલા નિકળ્‍યા છે ત્‍યારે આજે ધો. ૧૦માં વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્ર પણ સહેલુ નિકળ્‍યું છે. ધો. ૧૦માં આજે વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્ર હતું. સ્‍કોરીંગ ગણાતુ પ્રશ્નપત્ર વિજ્ઞાન વિષયનું આજનું પ્રશ્નપત્ર પાઠયપુસ્‍તક આધારીત રહ્યું હતું. મોટાભાગના વિદ્યાર્થીઓએ ધો. ૧૦માં આજે વિજ્ઞાન વિષયનું પ્રશ્નપત્ર ખૂબ આત્‍મવિશ્વાસ પૂર્વક ઉત્તરો લખતા નજરે પડતા હતા.

અગાઉ ધો. ૧૦માં ગુજરાતી, બેઝિક ગણિત, સ્‍ટાન્‍ડર્ડ ગણિતનું પ્રશ્નપત્ર પણ એકંદરે સહેલું નિકળ્‍યું હતું.

ધો. ૧૦માં આજે રાજકોટ જિલ્લામાં કુલ ૪૩૭૨૬ પરીક્ષાર્થીઓમાંથી ૪૨૯૫૪ હાજર રહ્યા. જ્‍યારે ૭૭૨ વિદ્યાર્થીઓ પરીક્ષામાં આજે ગેરહાજર રહ્યા હતા.

(4:57 pm IST)