Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

અક્ષમ પબ્‍લીક ટ્રાન્‍સપોર્ટના કારણે રોળાય છે રાજકોટનું સ્‍માર્ટસીટીનું સ્‍વપ્‍ન

૧૦ વર્ષમાં રાજકોટ ૧૧૩ ચોરસ કીલોમીટરથી વધીને ૧૬૧ ચોરસ કીલોમીટર : સીટી બસનો એક પણ નવો રૂટ ૧૦ વર્ષમાં નથી શરૂ થયોઃ છેલ્લા ૪ વર્ષમાં ૧૬.૩૨ લાખ નવા વાહનો રજીસ્‍ટર્ડ થયા

રાજકોટ, તા.૨૦: સૌરાષ્‍ટ્રની આર્થિક રાજધાની રાજકોટ ટ્રાફીકની સમસ્‍યાઓ ભોગવી રહ્યુ છે અને જીવલેણ અકસ્‍માતો પણ થાય છે.

છેલ્લા ૧૦ વર્ષમાં શહેરે તેના એન્‍જીનીયરીંગ ગુડસના કારણે વિશ્‍વભરમાં નામના મેળવી છે અને તેની આજુબાજુના ૧૦ ગામડાઓ ચોરસ કીલોમીટરનો થયો છે. શહેરમાં ખાનગી વાહનો પણ નોંધપાત્ર રીતે વધ્‍યા છે અને મ્‍યુનીસીપલ કોર્પોરેશન કેટલાક ફલાયઓવરનું આયોજન પણ કરી રહ્યું છે.

પણ વિસ્‍તાર અને વાહનોના વધારા સાથે નવા માલ મેળવવામાં પબ્‍લીક ટ્રાન્‍સપોર્ટ સીસ્‍ટમ જે સ્‍માર્ટ સીટી બનવાના સ્‍વપ્‍નમાં મુખ્‍ય છે તે નિષ્‍ફળ રહી છે. તેમ ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયા જણાવે છે.

શહેરમાં સીટી બસો ૪૫ રૂટ પર ૮૭૦ ટ્રીપ કરે છે જયારે બીઆરટીએસ ૧૧ કીલોમીટરના એક રૂટ પર દોડે છે. શહેરમાં ૯૦ સીટી બસો છે અને ૧૦ બીઆરટીએસ બસો છે જેમાંથી એક પણ બસ નવા ઉમેરાયેલ ગામડાઓમાં પહોંચે છે. હાલમાં જે રૂટ પર બસો દોડે છે તે પણ અપૂરતી છે.

રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રાએ કહ્યું, ‘નબળી પબ્‍લીક ટ્રાન્‍સપોર્ટ સીસ્‍ટમના કારણે રસ્‍તાઓ પર ખાનગી વાહનો વધી રહ્યા છે. વધુ બસો અને તેનું લીન્‍કેજ શહેરની ટ્રાફીક સમસ્‍યાઓનું એક માત્ર નિરાકરણ છે.' શહેરના એક વેપારીએ કહયું, ‘સીટી બસોનો ઉપયોગ મોટા ભાગે વિદ્યાર્થીઓ અને સીનીયર સીટીઝનો કરે છે. રાજકોટમાં લગભગ દરેક ઘરમાં ત્રણથી ચાર વાહનો હોય છે કેમ કે ઘરના દરેક સભ્‍યને નોકરી-ધંધા અભ્‍યાસ અથવા ઘરની વસ્‍તુઓની ખરીદી માટે વાહનની જરૂર પડે છે.

(4:56 pm IST)