Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

ભાજપની તાનાશાહી સામે ‘આપ' આંદોલન કરશે

‘આપ'ના શહેર પ્રમુખપદે દિનેશ જોષીનો પદગ્રહણ સમારોહ : વેરા સહિતના પ્રશ્ને જલદ કાર્યક્રમો, દરેક વોર્ડમાં સંગઠન વધુ મજબુત બનાવાશે

રાજકોટઃ ભાજપની તાનાશાહી સામે આમ આદમી પાર્ટી આંદોલન કરશે. મ્‍યુ.કોર્પોરેશનના વેરા સહિતના મામલે આગામી સમયમાં જલદ કાર્યક્રમો યોજાશે. આ શબ્‍દો છેઆપ'ના નવા શહેર પ્રમુખ દિનેશ જોષીના

રાજકોટ શહેર આમ આદમી પાર્ટી દ્વારા હેમુગઢવી હોલ ખાતે પદગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવેલુ હતું. ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી ઇશુદાનભાઇ ગઢવી, કાર્યકારી પ્રમુખશ્રી સૌરાષ્‍ટ્ર ઝોન જગમાલભાઇ વાળા દ્વારા રાજકોટ શહેર પ્રમુખ તરીકે દિનેશભાઇ જોષી તેમજ રાજકોટ જિલ્લા પ્રમુખ તરીકે શ્રી તેજસભાઇ ગાજીપરાની નિયુકતી કરવામાં આવી.

આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી મહારાષ્‍ટ્ર પ્રભારી ગોપાલભાઇ ઇટાલીયા ટેલીફોનીક રીતે જોડાઇ રાજકોટ શહેરના નવા માળખાને શુભેચ્‍છાઓ પાઠવી હતી. કાર્યકારી અધ્‍યક્ષ તથા સૌરાષ્‍ટ્ર ઝોન શ્રી જગમાલભાઇ વાળા દ્વારા સર્વે કાર્યકરોને જોમ અને જુસ્‍સાભેર અભિવાદન કરવામાં આવ્‍યુ ત્‍યારબાદ  કાર્યકારી અધ્‍યક્ષ, સૌરાષ્‍ટ્ર ઝોન રાજુભાઇ સોલંકી, કાર્યકર બનવા માટે હાકલ કરેલ હતી.

રાજકોટ શહેર પુર્વ પ્રમુખ દ્વારા શિવલાલ પટેલ દ્વારા કાર્યકરોને આહવાન કરેલ કે લોકસભાની ચૂંટણી આવી રહી છે અને તમામ કાર્યકરોએ દરેક વોર્ડમાં સંગઠનની કામગીરી મજબુત કરવાની રહેશે પ્રજાએ આપણા ઉપર વિશ્વાસ મુકીને મત આપેલ છે. પ્રજાના પ્રશ્નોને વાચા આપવી એ આપણી નૈતિક ફરજ છે. પૂર્વ સંગઠન મંત્રીશ્રી રાહુલભાઇ ભુવા દ્વારા ફરી પાછા કામે લાગી જવા અને સંગઠન મજબુત કરવા હાકલ કરેલ હતી.

મહામંત્રી શ્રી સંજયસિંહ વાઘેલા પાર્ટીમાં મહામંત્રીની જવાબદારી મળતા તેઓ આગામી ટુંક સમયમાં વોર્ડ વાઇઝ નવા માળખાની મજબુત રચના કરશે. રાજકોટ જિલ્‍લા પ્રમુખ તેજશભાઇ ગાજીપરા દ્વારા કાર્યકરોનું અભિવાદન કરવામાં આવ્‍યુ તેમજ ટુંક સમયમાં રાજકોટ જિલ્‍લાનું નવુ માળખુ તૈયાર કરશે. રાજકોટ શહેર પ્રમુખ દિનેશભાઇ જોષી દ્વારા કાર્યકરોને સંપૂર્ણ રીતે સાથ સહકાર આપી ખંભે અંભો મિલાવી પાર્ટીને મજબુત બનાવવાના તમામ પ્રયત્‍નો કરવા હાકલ કરેલ હતી. આ કાર્યક્રમમાં પ્રદેશ મંત્રી ઇન્‍દુભા રાઓલ, પ્રદેશ મંત્રી સંજયભાઇ ગઢીયા, તેમજ લીગલ એડવાઇઝર અતુલભાઇ પંડીત, ઉપસ્‍થિત રહયા હતા.

આ કાર્યક્રમમાં રાજકોટ શહેર હોદેદારોની વરણી કરવામાં આવી. આ કાર્યક્રમમાં જગમાલભાઇવાળા, રાજુભાઇ સોલંકી, દિનેશભાઇ જોષી, તેજશભાઇ ગાજીપરા, શ્રમીક વિકાસ સંગઠન સમિતી દ્વારા સાલ ઓઢાડી સન્‍માન કરવામાં આવેલ.

આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ શહેરપ્રમુખ દિનેશભાઇ જોષી, ઉપપ્રમુખ કે.કે.પરમાર, ઉપપ્રમુખ રાકેશભાઇ સોરઠીયા, ઉપપ્રમુખ મુન્નાભાઇ ગઢવી, મહામંત્રીશ્રી સંજયસિંહ વાઘેલા, પ્રવકતાશ્રી શિવલાલભાઇ પટેલ, અશોકભાઇ દુધાત્રા, મંત્રીશ્રી રમેશભાઇ ગોજારીયા, છાત્ર યુવા સંઘર્ષ સમિતિ પ્રમુખ સુરજભાઇ બગડા તથા તેમની ટીમ, યુવા પ્રમુખ પિયુષભાઇ ભંડેરી વગેરે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન શિક્ષણ સેલ પ્રમુખ દિગ્‍વીજયસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવેલ હતું.

(4:13 pm IST)