Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

રામનાથપરા નદીના કાંઠે અને નાગેશ્‍વર પાસે ફલેટમાં દરોડોઃ જુગાર રમતી મહિલાઓ સહિત ર૦ ઝડપાયા

ક્રાઇમ બ્રાંચે ૧૧ અને ગાંધીગ્રામ પોલીસ મથકના કોન્‍સ. અમીનભાઇ કરગથરાની બાતમીઃ ૯ મહિલાની ધરપકડઃ વાવડી ગામમાંથી તાલુકા પોલીસે પાંચને દબોચ્‍યા

રાજકોટ તા. ર૦: રામનાથપરા આજી નદીના કાંઠે ઝુંપડા પાસે ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧૧ અને ગાંધીગ્રામ પોલીસે નાગેશ્‍વર પટેલ ચોક પાસે સુમતી સાનીધ્‍ય એપાર્ટમેન્‍ટના ફલેટમાંથી જુગાર રમતી નવ મહિનાઓને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

મળતી વિગત મુજબ રામનાથપરા આજી નદીના કાંઠા પાસે કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની બાતમી મળતા પી.એસ.આઇ. એમ. જે. હુણ સહિતના સ્‍ટાફે રામનાથપરા આજી નદીના કાંઠે ઝુપડા પાસે પટમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા કેવડાવાડી લલુડી વોંકળી પાસે રહેતો ઇસ્‍માઇલ ઉર્ફે પીન્‍ટુ શેખારભાઇ શેખ, નંદા હોલ પાસે ન્‍યુ ખોડીયાર સોસાયટીના પ્રકાશ જયંતીભાઇ રૈયાણી, ચૂનારાવાડ શેરી નં. ૧ના જેલેમાન સાદેકભાઇ શેખ, આજીડેમ ચોકડી પાસે રામપાર્ક કુળદેવી કોમ્‍પ્‍લેક્ષના શબ્‍બીર હુસેનભાઇ મથુપૌત્રા, ભવાનીનગર-પના સુરેશ લખમણભાઇ બરૈયા, નવાગામ પોલીસ ચોકી પાસે આવાસના કવાર્ટરમાં રહેતો અર્જુન માધવદાસભાઇ કાપડી, રામનાથ મંદિરની બાજુ પારસ મનસુખભાઇ મહેતા, માયાણી આવાસ યોજના કવાર્ટર બ્‍લોક નં. ૪રના મહાવીર દીપકભાઇ ચૌહાણ, ચુનારાવાડ શેરી નં. ૧ના નરેન્‍દ્ર જયંતીભાઇ પરમાર, રામનાથપરા ભવાનીનગર-૧ના વિજય ઉર્ફે બાલી માધુભાઇ ભટ્ટી અને એસ.ટી. વર્કશોપ પાછળ આંબેડકરનગર-૯ના જયેશ કનુભાઇ પરમારને પકડી લઇ રૂા. પ૯,૧પ૦ની રોકડા તથા છ મોબાઇલ મળી રૂા. ૯૮૧પ૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો જયારે જયેશ ભીખુભાઇ ભટ્ટની શોધખોળ હાથ ધરી છે. આ કામગીરી પી.આઇ. વાય. બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ. જુ. હુણ, એ.એસ.આઇ. રાદીપસિંહ ગોહિલ, હરદેવસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, કુલદીપસિંહ રાણા, રણજીતસિંહ જાડેજા તથા ક્રીપાલસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી.

 જયારે બીજા દરોડામાં નાગેશ્‍વર પટેલ ચોક પાસે આવેલ એક એપાર્ટમેન્‍ટમાં મહિલા જુગારધામ ચલાવતી હોવાની ગાંધીગ્રામ પોલીસ મથકના કોન્‍સ. અમીનભાઇ કરગથરાને બાતમી મળતા ઇન્‍ચાર્જ પી.આઇ. એ. બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. વી. એચ. પરમાર સહિતના સ્‍ટાફે દરોડો પાડી સુમતી સાનીધ્‍ય-ર એપાર્ટમેન્‍ટ ફલેટ નં. ર૦રમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ફલેટ માલીક જયશ્રીબેન હીંમતભાઇ પાટડીયા, કેવડાવાડીના મહેશ ઉર્ફે મયુરભાઇ છશરામભાઇ કાનગડ, ગુરૂજીનગર આવાસ યોજના કવાર્ટરના મીનાબેન કલ્‍યાણદાસભાઇ અગ્રાવત, રેલનગર ભકિત પાર્કના રમાબા ચંદુભા ગોહિલ, મોરબી રોડ સુંદરમ હાઇટસના ભાવનાબેન દિનેશભાઇ પીઠડીયા, સાધુવાસવાણી રોડ શાહી પાર્કના હંસાબેન શ્રીપ્રસાદ રાણા, જંકશન ગુરૂકૃપા રેસીડેન્‍સીના કલ્‍પનાબેન નીર્મળભાઇ સોમૈયા અને ભગવતીપરા સુખસાગર સોસાયટીના સવિતાબેન મહેશપુરી ગૌસ્‍વામીને પકડી લઇ રૂા. ૩૧,૩૦૦ની રોકડ સહિતની મતા કબજે કરી હતી. આ કામગીરી પી.એસ.આઇ. વી. એચ. પરમાર, હેડ કોન્‍સ. સંજયભાઇ કુમારખાણીયા, કોન્‍સ. અમીનભાઇ કરગથતા, મહેશભાઇ કછોટ, પ્રદિપભાઇ ડાંગર, મોન્‍ટુભાઇ મકવાણા અને નગ્‍માબેન સુમરા દ્વારા કરવામાં આવી હતી.

જયારે ત્રીજા દરોડામાં વાવડી ગામ ગૌતમ બુધ્‍ધનગર પાસે કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની તાલુકા પોલીસ મથકના હર્ષરાજસિંહને મળતા પી.આઇ. એમ. આર. ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્‍સ્‍ફ. એ. બી. ભુંડીયા, કે. આર. પાંભર, કોન્‍સ. હર્ષરાજસિંહ તથા કોન્‍સ. નીકુંજભાઇ મારવીયા સહિતે વાવડી ગામ નર્સરીની સામે ગૌતમ બુધ્‍ધનગર પાસે દરોડો પાડી જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ગૌતમ બુધ્‍ધનગરના નાનજી મંગાભાઇ રાઠોડ, દિનેશ જગદીશભાઇ રાઠોડ, જયસુખ મોહનભાઇ રાઠોડ, પાલા ચનાભાઇ રાઠોડ, હર્ષદ નટુભાઇ રાઠોડને પકડી લઇ રૂા. ૧૧ર૦૦ની રોકડ સહિતની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી.

(3:56 pm IST)