Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

ચેક રીર્ટન કેસમાં જેલ સજાનો હુકમ યથાવત રાખતી સેશન્‍સ કોર્ટ

રાજકોટ તા. ર૦: ચેક રીર્ટન કેસમાં સજાનો હુકમ યથાવત રાખવા સેસન્‍સ કોર્ટે હુકમ કર્યો છે.

કેસની વિગત એવી છે કે, ફરીયાદી સોરઠીયા દીનેશભાઇ બટુકભાઇએ (૧) રૂહી ફુડ પ્રોડકટ અને (ર) રૂહી ફુડ પ્રોડકટના પ્રોપ્રાઇટર દર્શન કેશુભાઇ શીંગાળા સામે નેગો.ઇ.એકટ હેઠળ સજાને પાત્ર ગુન્‍હો કરવાની ફરીયાદ જયુડી. મેજી. સાહેબશ્રીની અદાલતમાં દાખલ કરેલ. ફરીયાદી તરફે એડવોકેટ ડી. એમ. પટેલ એ રજુ કરેલ આધાર પુરાવા સાથે તેઓની દલીીલોને માન્‍ય રાખી મેજીસ્‍ટ્રેટશ્રીએ દર્શન કેશુભાઇ શીંગાળાને એક વર્ષની સાદી કેદની સજા અને ચેકની રકમ વળતર તરીકે ચુકવવાનો હુકમ ફરમાવેલ.

જેલની સજાના હુકમ સામે દર્શન કેશુભાઇ શીંગાળા એ સેશન્‍સ કોર્ટ રાજકોટ સમક્ષી અપીલ દાખલછ કરેલ હતી. જે ચાલી જતા સેશન્‍સ કોર્ટે પુરાવાનો તલસ્‍પર્શી અભ્‍યાસ કરી ફરીયાદી સોરઠીયા દીનેશભાઇ બટુકભાઇ તરફે ડી.એમ. પટેલ એડવોકેટની કાયદાકીય રજુઆત અને સુપ્રિમ કોર્ટ તથા હાઇકોર્ટના ચુકાદાઓથી સમર્થન મળે છે તેમ ઠરાવી સજા સામેની અપીલ રદ કરેલ છે અને દર્શન કેશુભાઇ શીંગાળા સામેની જેલ સજાનો હુકમ કાયમ રાખેલ છે.

આ કામમાં ફરિયાદી તરફે એડવોકેટ શ્રી ડી. એમ. પટેલ રોકાયેલ હતાં.

(3:48 pm IST)