Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

દિવ્‍યાંગ ખેલાડીઓ ધ્‍વની શાહ- મનિષા ખખ્‍ખરને ટેબલ ટેનિસમાં સિલ્‍વર

યુનિક વિકલાંગ ટ્રસ્‍ટના

રાજકોટઃ ઈંદોર, મધ્‍યપ્રદેશ ખાતે યુટીટીપેરા ટેલબ ટેનિસ નેશનલ ચેમ્‍પિયનશીપનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં રાજકોટ જિલ્લાની બે ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં એફ ૫ કેટેગરીમાં મનીષા પ્રશાંતભાઈ ખખ્‍ખરે સિલ્‍વર મેડલ મેળવેલ છે. તેમણે આ અગાઉ પણ ૪ નેશનલ મેડલ મેળવીને ગુજરાતને ગૌરવ અપાવ્‍યું છે. જયારે એફ ૭ કેટેગરીમાં ધ્‍વની ભાવેશભાઈ શાહે સીલ્‍વર મેડલ મેળવ્‍યુ છે. તેઓએ પણ આ પહેલા બે નેશનલ મેડલ મેળવીને રાજકોટ તેમજ ગુજરાતને ગૌરવ અપાવેલ છે.આ તકે સંસ્‍થાના પ્રમુખ શૈલેષભાઈ પંડયાએ વિજેતા દિવ્‍યાંગ રમતવીરોને અભિનંદન પાઠવ્‍યા હતા.

(3:47 pm IST)