Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

રાજકોટમાં લીગલ એઇડ ડીફેન્‍સ કાઉન્‍સીલની સ્‍થાપના કરવામાં આવશે

લાયકાત ધરાવતા ઉમેદવારોની અરજી મંગાવાઇ

રાજકોટ તા.૧૮: નેશનલ લીગલ સર્વિસીઝ ઓથોરીટી, સુપ્રીમ કોર્ટ ન્‍યુ દિલ્‍હી અને ગુજરાત રાજય કાનુની સેવા સતા મંડળ, અમદાવાદ નિર્દેશનુસાર લીગલ એઇડ ડીફેન્‍સ કાઉન્‍સીલની ટુંક સમયમાં સ્‍થાપના, જીલ્લા કાનૂની સેવા મંડળ, ડીસ્‍ટ્રીકટ કોર્ટ, રાજકોટ ખાતે કરવામાં આવનાર છે. જે અન્‍વયે ઇચ્‍છુક વકીલશ્રીઓએ સદર જાહેરાત માટેની ગાઇડલાઇનનો સંપૂર્ણ અભ્‍યાસ કરી જે તે પોસ્‍ટને લગત લાયકાત ધરાવતા ઉમેદવારોને તા.૨૪/૩/૨૦૨૩ સાંજે ૫ વાગ્‍યા સુધીમાં ગુજરાત હાઇકોર્ટ, અમદાવાદ દ્વારા નિયત કરેલ અરજી ફોર્મમાં વિગતો ભરી, જીલ્‍લા કાનૂની સેવા સતા મંડળ, ડીસ્‍ટ્રીકટ કોર્ટ, રાજકોટ ખાતે રૂબરૂ આપવી. સદર જાહેરાત રાજકોટ જીલ્‍લા અદાલતની વેબસાઇટ rajkot.dcourts.gov.in---> Document---> Notification ઉપર પ્રસિધ્‍ધ કરવામાં આવેલ છે. તેમજ વધુમાં સદરહુ જાહેરાત રાજકોટ જીલ્‍લાના તમામ તાલુકા કોર્ટમાં તથા તમામ તાલુકા બાર એસોશિએશન તરફ મોકલવામાં આવેલ છે. સદરહુ જાહેરાતમાં નિય ત કરેલ નમૂનામાં જ ફોર્મ સ્‍વીકારવામાં આવશે. તેમ ફુલ-ટાઇમ સેક્રેટરી, જીલ્‍લા કાનુની સેવા સતા મંડળ, રાજકોટની અખબારી યાદીમાં જણાવે છે

(3:47 pm IST)