Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

પરીન મોટર્સમાં ટાટા ‘હેરીયર'ની નવી રેડ હોટ ડાર્ક એડીસન લોન્‍ચ

રાજકોટઃ સમગ્ર ભારતમાં ટાટા કંપનીની હેરીયરનું લોન્‍ચ પ્રથમ વખત થયું હતું. શરૂઆતથી ગ્રાહકોમાં અદ્દભુત ક્રેઝ જોવા મળ્‍યો છે. એવામાં ટાટા કંપની દ્વારા સમયાંતરે તેના નવા એડિશન લાવવામાં આવે છે. જેમાં તેનું રેડ હોટ ડાર્ક એડિશન માટે લોકોમાં ગજબનો ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો. પરીન ટાટા મોટર્સ દ્વારા નવા એડિશનનું લોન્‍ચીંગ કરવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત ટાટા હેરિયરના રેડ હોટ ડાર્ક એડિશનના પ્રથમ ગ્રાહક એવા શ્રી મનોજભાઈ કપુરિયાને તેમની બુક કરેલી ટાટા હેરિયર રેડ હોટ ડાર્કની ડિલીવરી આપવામાં આવી હતી અને પરિવારમાં અનેરો ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો.

આ કારના લોન્‍ચીંગ સમયે ડિલરશીપના માલિક શ્રી દર્શિલ નંદાણી, વાઈસ પ્રેસિડેન્‍ટ અજીત નંદાણી, સેલ્‍સ જનરલ મેનેજર સાગર રાવ, શીશીર કોઠારી અને આમંત્રિત મહેમાનોમાં ધર્મેશ મેહતા અને ગ્રિવેન આશરની ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:44 pm IST)