Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

અકસ્‍માત ઇજાના કેસમાં પકડાયેલ આરોપીને નિર્દોષ છોડી મુકવા હુકમ

રાજકોટ તા. ર૦: અકસ્‍માત ઇજાના કેસમાં અદાલતે આરોપીને છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

આ કેસની હકીકત એવા પ્રકારની છે કે આ કામનાં આરોપી મનીષકુમાર મનસુખલાલ ભુપતાણી, રહે. મુકામ, સાવરકુંડલા જેઓ તારીખઃ રપ-૦૬-ર૦ર૦નાં રોજ ગીરીરાજ હોસ્‍પીટલથી ૧પ૦ ફુટ રોડ, રાજકોટ ઉપરથી પોતાનું ફોર વ્‍હીલ જેના નં. જીજે-૧૪-ઇ-૮૬૬ર લઇને જતા હતા તે દરમ્‍યાન ફરીયાદ પક્ષનાં પોતાનું મોટર સાયકલ નંબર જીજે-૦૩-સ્‍ીકે-૮૮૮૦ વાળુ લઇને જતા હતા આરોપી તથા ફરીયાદી બન્‍નેનું એકસીડન્‍ટ થતા ફરીયાદીને જમણા હાથમાં ફ્રેકચર થયેલ હતું. અને ફરીયાદીનાં શરીરે મુંઢ ઇજા થયેલ હતી. જેથી ફરીયાદીએ માલવીયા પોલીસ સ્‍ટેશને ફરીયાદ આપતા તપાસ કરનાર અમલદારે આરોપીની અટક કરી લાગતા વળગતા સાહેદોનાં નિવેદનો લઇ તપાસનાં અંતે આરોપી વિરૂધ્‍ધ ગુન્‍હો બનતો હોવાનો પુરતો પુરાવો હોય અત્રેની કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલ અને ઇન્‍ડીયન પીનલ કોડની કલમ-ર૭૯, ૩૩૭, ૩૩૮ તથા મોટર વ્‍હીકલ એકટની કલમ-૧૭૭, ૧૮૪ મુજબની ફરીયાદ લીધેલ હતી.

સદરહું કેસ રાજકોટનાં એડી. ચીફ જયુડી. મેજીસ્‍ટ્રેટ (શ્રી ડી. આર. જગુવાલા) કોર્ટ રાજકોટ ખાતે કેસ ચાલી જતા ફરીયાદ પક્ષ અને આરોપી પક્ષ બન્‍નેની દલીલો સાંભળતા કોર્ટે આ કામનાં આરોપીને ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ-રપપ (૧) અન્‍વયે ઇન્‍ડીયન પીનલ કોડની કલમ-ર૭૯, ૩૩૭, ૩૩૮ તથા મોટર વ્‍હીકલ એકટની કલમ-૧૭૭, ૧૮૪ મુજબનાં સજાને પાત્ર ગુન્‍હાનાં આરોપમાંથી નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ હતો.

આ કામમાં બચાવ પક્ષે આરોપીનાં વકીલ તરીકે અજય કે. જોબનપુત્રા તથા એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

(3:43 pm IST)