Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

છરી વડે ઇજા કરી મારકુટના ગુનામાં આરોપીઓનો છુટકારો ફરમાવતી કોર્ટ

રાજકોટ તા. ર૦: અત્રે મુળ ફરિયાદી-હીનાબેન સુરેશભાઇ પટેલ કે જેઓ ઘરેથી પાણી ભરવા જતાં હોય ત્‍યાં કીડની હોસ્‍પિટલની પાસે આવેલ વળાંક વાળા રસ્‍તા પર આરોપી નં. ૧ અશોકભાઇ હરીસીંગ ડાભીને એકદમ પુરપાટ ઝડપી ગાડી ચલાવતા જોઇને મુળ ફરિયાદીએ, આરોપી નં. ૧ નાને, ગાડી જોઇને ચલાવો એમ કહેતા આરોપી નં. ૧નાએ ગાડી રોકીને ફરિયાદીને છરી માથામાં ઘા મારી અને ગ ાડીમાં બેસેલા બીજા અન્‍ય આરોપી નં. ર થી ૩નાઓએ ઢીકાપાટુનો માર મારી ગાળો આપી એકબીજાની મદદગારી કરવાના ગુન્‍હામાં આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો કોર્ટે ફરમાવેલ હતો.

સદર કામમાં ચાર્જશીટ થયા બાદ કેસ બોર્ડ પર આવતા સદર કામ રાજકોટના એડી. ચીફ જયુ. મેજી. સમક્ષ ચાલતાં આ કામના મુળ ફરિયાદી દ્વારા તેના કેસને મસર્થન આપતા સાહેદો તથા પંચોની જુબાની આ કામે લેવામાં આવેલ હોય તેમ છતાં ફરિયાદપક્ષ પોતાનો કેસ નિઃશંકપણે પુરવાર કરી શકેલ નહિં તેમજ આરોપી તરફે કરવામાં આવેલ દલીલોને અદાલતે ગ્રાહય રાખીને આ કામના આરોપીઓને, સરકારશ્રી દ્વારા ચાલુ કામે કરવામાં આવેલ આઇ.પી.સી.ની કલમ-૩૦૭ ની કલમનો ઉમેરો કરવાની અરજી તથા મુળ કેસની આઇ.પી.સી.ની કલમ-૩ર૩, ૩ર૪, પ૦૪, ૧૮૮, ૧૧૪ મુજબનો શિક્ષાપાત્ર ગુન્‍હામાંથી નિર્દોષ ઠરાવીને છોડી મુકવાનો હુકમ કરેલ છે.

આ કામમાં આરોપી નં. (૧) અશોકભાઇ હરીસીંગ ડાભી નં. (ર) અમીતસિંહ અમરસીંગ રાઠોડ નં. (૩) હરીસીંગ કાળુભાઇ સોલંકી તથા નં. (૪) મીના ઉર્ફે મનુબેન હરીસીંગ, રહે. રાજકોટવાળાઓ વતી ધારાશાષાી અજયસિંહ એમ. ચૌહાણ તથા ડેનિશ જે. મહેતા રોકાયેલા હતા.

(3:42 pm IST)