Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

યુનિટીના સિમ્‍બોલ સાથે સ્‍ટર્લિંગનો નવો લોગો લોન્‍ચ

સ્‍ટર્લીંગ હોસ્‍પીટલે યુનીટીના સિમ્‍બોલ સાથે લોગો જાહેર કર્યોઃ પ્રેસ કોન્‍ફરન્‍સમાં લોન્‍ચીંગ

સ્‍ટર્લીંગ હોસ્‍પીટલનો નવો લોગો લોન્‍ચ કરતા બીએપીએસના પૂ.નિર્દોષમુર્તિજી, પૂ.વિશ્વતીર્થજી, ઝોનલ ડાયરેકટર્સ રાજ કડેચા, ઘનશ્‍યામ ગુસાણી તથા માર્કેટીંગ હેડ નિપેશ અઘેરા નજરે પડે છે. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા) (૪.૨૨)

રાજકોટ, તા., ૧૮: સ્‍ટર્લીંગ હોસ્‍પીટલ્‍સ રાજકોટે આજે યુનીટીના સિમ્‍બોલ સાથે આજે નવો લોગો લોન્‍ચ કર્યો હતો. આજે યોજાયેલી પત્રકાર પરીષદમાં બીએપીએસના સ્‍વામી નિર્દોષમુર્તિજી, વિશ્વાસતીર્થજીએ લોગાનું લોન્‍ચીંગ કર્યુ હતું. આ અવસરે હોસ્‍પીટલના રાજ કડેચા, ઘનશ્‍યામ ગુસાણી, ઝોનલ ડાયરેકટર્સ ઉપસ્‍થિત રહયા હતા.

ગુજરાતની અગ્રણી સુપરસ્‍પેશિયાલીટી હોસ્‍પીટલ્‍સ ચેઇન પૈકીની એક સ્‍ટર્લીગ હોસ્‍પીટલ્‍સે રાજકોટમાં તેના નવા લોગોનું અનાવરણ કર્યુ હતું. આ નવો લોગો પરમ પૂજય શ્રી વિશ્વતીર્થ સ્‍વામીજીની ઉપસ્‍થિતિમાં લોંચ કરાયો હતો. નવા લોગોનો ઉદેશ્‍ય સ્‍ટર્લીંગ હોસ્‍પીટલ્‍સના મૂળ સિધ્‍ધાંતો અને સંદેશાની સાથે સાથે હેલ્‍થકેર સુવિધાઓમાં ઉત્‍કૃષ્‍ટતાની તેની ખાતરીનો પ્રસાર કરવાનો છે. રાજકોટની સાથે નવા બ્રાર્ન્‍ડીંગ અને લોગોનું અનાવરણ હોસ્‍પીટલની વડોદરા, અમદાવાદ અને ગાંધીગ્રામ ખાતેની સુવિધાઓમાં પણ કરાયું હતું.

સ્‍ટર્લીંગ હોસ્‍પીટલ ગુજરાતમાં ૨૦ વર્ષથી વધુ સમયથી હેલ્‍થકેર ક્ષેત્રે અગ્રેસર છે. નવા બ્રાન્‍ડીંગ સાથે હોસ્‍પીટલ વ્‍યાપક હેલ્‍થકેર સુવિધાઓ પ્રદાન કરવા ઉપર તેનું ધ્‍યાન જાળવી રાખશે. સ્‍ટર્લીંગ હોસ્‍પીટલ્‍સ દરેકની નાણાકીય સ્‍થિતિને ધ્‍યાનમાં લીધા વગર ગુણવતાયુકત હેલ્‍થકેરની ઉપલબ્‍ધતા અને કિલનિકલ ઉત્‍કૃષ્‍ટતાના ઉચ્‍ચ ધોરણો સ્‍થાપીત કરવા માટે કટીબધ્‍ધ છે. હોસ્‍પીટલ આધુનિક માળખાકીય સુવિધાઓથી પ્રાઇમરી સેકન્‍ડરી અને સુપર સ્‍પેશીયલાઇઝડ ટર્શરી કેર પુરી પાડે છે.

આ લોંચ અંગે પ્રતિક્રિયા આપતા સ્‍ટર્લીંગ હોસ્‍પીટલ્‍સના સૌરાષ્‍ટ્ર-કચ્‍છ ઝોનના ઝોનલ ડાયરેકટર રાજ કડેચાએ કહયું હતું કે સ્‍ટર્લીંગ હોસ્‍પીટલનો નવો લોગો બેજોડ મેડીકલ કેર, ઇનોવેશન અને ગુણવતાયુકત સેવાઓ ડીલીવર કરવાની કટીબધ્‍ધતાનો પુરાવો છે. તેની વાઇબ્રન્‍ટ અને સમકાલીન ડીઝાઇન સાથે લોગો દર્દીઓ અને કર્મચારીઓ બંને માટે સ્‍વાગત યોગ્‍ય અને અનુકુળ માહોલની રચના કરવાની કટીબધ્‍ધતા દર્શાવે છે. પ્રગતીશીલ અને આધુનિક ટેકનોલોજી દ્વારા અમે મેડીકલ કેરના ઉચ્‍ચ ધોરણો જાળવી રાખવાનો પ્રયાસ કરીએ છીએ. અમારૂ માનવુ છે કે રિબ્રાન્‍ડીંગ પહેલથી અમે અમારા દર્દીઓ અને સમુદાયો સાથે વધુ મજબુત જોડાણ વિકસાવવા સક્ષમ બનીશું. આ વ્‍યાપક બ્રાન્‍ડીંગના પ્રયાસોના ભાગરૂપે નવો લોગો હોસ્‍પીટલની વિવિધ સેવાઓમાં છબીને મજબુત કરવામાં મહત્‍વપુર્ણ બની રહેશે. અમે રાજકોટમાં વિશિષ્‍ટ અને સુસંગત બ્રાન્‍ડ તૈયાર કરવાનું લક્ષ્ય ધરાવીએ છીએ. જે રાજકોટના રહેવાસીઓ સાથે જોડાણ પેદા કરી શકે. ગુણવતાયુકત હેલ્‍થકેર સેવાઓ પ્રદાન કરવાના સ્‍ટર્લીંગ હોસ્‍પીટલ્‍સના પ્રયાસોમાં આ નવા લોગોનું લોન્‍ચીંગ મહત્‍વપુર્ણ પરીબળ છે.

અમે સમુદાયોનો ઉચ્‍ચ ગુણવતાયુકત મેડીકલ કેર પુરી પાડવા કટીબધ્‍ધ છીએ અને અમારો નવો લોગો અમારી પ્રતિબધ્‍ધતાને પ્રતિબિંબીત કરે છે.

સ્‍ટર્લીંગ હોસ્‍પીટલ કાર્ડીયોલોજી, ઓન્‍કોલોજી, ન્‍યુરોલોજી, ઓર્થોપેડીકસ વગેરેમાં મેડીકલ સેવાઓની વિશાળ શ્રેણી સાથે ગુજરાતમાં શ્રેષ્‍ઠ હોસ્‍પીટલ્‍સ પૈકીની એક છે. શહેરમાં હોસ્‍પીટલ સૌથી પ્રતિષ્‍ઠીત મેડીકલ સેન્‍ટર્સ પૈકીના એક તરીકે ઓળખ ધરાવે છે. જે પ્રાઇમરી કેર, સ્‍પેશીયાલીટી કેર, ઇમરજન્‍સી કેર અને ઇનપેશન્‍ટ સર્વિસીસ વગેરે સાથે સેવાઓ ઓફર કરે છે. આ રિબ્રાન્‍ડીંગ સાથે હોસ્‍પીટલ પ્રગતી અને ઇનોવેશનની સાથે સાથે બેજોડ મેડીકલ કેર પ્રદાન કરવાનું જાળવી રાખવાનો ઉદેશ્‍ય ધરાવે છે.

(3:41 pm IST)