Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

વિમા કંપનીએ નામંજુર કરેલ ૨૭ લાખનો કલેઇમ વ્‍યાજ-ખર્ચ સહિત ચુકવવા ગ્રાહક ફોરમનો હુકમ

 

રાજકોટ તા.૧૮: ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીએ નામંજુર કરેલ રૂા.૨૭,૦૦,૦૦૦/- વ્‍યાજ અને ખર્ચ સહીત ચુકવી આપવા રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગે હુકમ કર્યો હતો

બનાવીની હકીકત એવી છે કે ફરિયાદી પ્રફુલભાઇ પ્રભુભાઇ ભીમાણી રહેવાશી મોરબીવાળાએ પોતાની માલિકીની ટાટા કંપનીની બોકસ ટીપર ૧૪ કમ ડમ્‍પર જેના રજીસ્‍ટ્રેશન નં.જીજે ૩૬ ટી ૩૧૭૬ની પેકેજ પોલીસી તા.૧૭/૧૦/૨૦૧૮ના રોજ બમ્‍પર ટુ બમ્‍પર પોલીસી બજાજ જનરલ ઇન્‍સ્‍યોરન્‍સ કં.લી. પાસેથી લીધેલ. તે દરમ્‍યાન તા.૨૨/૨/૨૦૨૦ના રોજ સાંજે ૭.૩૦ વાગ્‍યે ફરિયાદી પથ્‍થરની ખાણની સાઇટ પર પોતાની માલિકીનું વાહન રિવર્સ લેતા હતા ત્‍યારે ડમ્‍પરની પાછળનું ટાયર અકસ્‍માતે પથ્‍થરની ખાણમાં નમી જતા તે ડમ્‍પર ધીરે ધીરે પથ્‍થરની ખાણમાં નમી પડી ગયેલ હતું. અને પથ્‍થરની ખાણમાં નીચે તળિયે અથડાતા ડમ્‍પરના વાયરિંગમાં સ્‍પાર્ક થતા અથવા ડમ્‍પરના લોખંડના પતરામાં સ્‍પાર્ક થતા ડમ્‍પર સળગી ગયેલ ડમ્‍પર ટોટલ લોસ થયેલ અને આ બનાવ અંગે એફ.આઇ.આર પણ નોંધયેલ

સદરહું વાહન ટોટલ લોસ થયેલ હોવાથી તેની આઇ.ડી.વી.વેલ્‍યુ રૂા.૨૭,૦૦,૦૦૦/- અંકે રૂપિયે સત્‍યાવીશ લાખ પુરા મળવા કલેમ નોંધાયેલ, જે રકમ મળવા અનેક વખત યાદી આપવા છતા ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીએ ફરિયાદીનો કલેઇમ અનેક કારણોસર નામંજુર કરી સેવામાં ખામી દર્શાવેલ હતી.

સદરહુ કામે ફરિયાદીએ રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગમાં ફરિયાદ કરતા ફરિયાદીની અરજી ખર્ચ સાથે મંજુર કરવામાં આવેલ અને ફરિયાદીએ પોતાના કબ્‍જામાં રહેલ વાહનનો સોલવેજ સામાવાળા એટલેકે ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીને સોંપી દેવા અને ઇન્‍સ્‍યોરન્‍સ કંપનીને અરજદાર એટલેકે ફરિયાદીને રૂા.૨૭,૦૦,૦૦૦/- અંકે રૂપિયે સત્‍યાવીશ લાખ પુરા અરજી દાખલ તા.૨૭/૩/૨૦૨૧થી રકમ વસુલ મળતા સુધી ૬%ના ચડતા વ્‍યાજ સાથે મળી થતી કુલ રકમ ચુકાદાના બે માસમાં ચૂકવી આપવા અને ફરિયાદ ખર્ચના ૫૦૦૦/- પણ ચૂકવવાનો હુકમ ફરમાવેલ છે.

ફરિયાદી પ્રફુલભાઇ પ્રભુભાઇ ભીમાણી વતી હાલના કામે એડવોકેટ શ્રી દરજજે કમલ એન.કવૈયા, કનકસિંહ ડી.ચૌહાણ, વિરલ એચ.રાવલ, રાજેશ એમ.પરમાર, દિવ્‍યેશ ચૌહાણની નિમણૂંક કરેલ અને તેઓ વતી નામદાર સુપ્રીમકોર્ટ અને નામદાર હાઇકોર્ટ ઓફ ગુજરાતની ગાઇડલાઇન મુજબની ન્‍યાયિક કાર્યવાહીઓ અને રજુઆતો કરવામાં આવેલ

 

(3:40 pm IST)