Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

ડીસ્‍ટ્રીકટ જજના પરિપત્રના સંદર્ભે કાલે રાજકોટના વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્‍ત રહેશે

રાજકોટ તા. ર૦: રાજકોટ બાર એશોસીએશનની કારોબારી કમીટીની મીટીંગ તારીખ ૧૮/૩/ર૦ર૩ના રોજ મળેલ હતી જેમાં નીચે મુજબનો ઠરાવ પસાર કરવામાં આવેલ છે કે :-

રાજકોટ શહેરની અદાલતોમાં વકીલ સાથેના વર્તન વ્‍યવહાર તથા વકીલોને પડતી મુશ્‍કેલીઓ સંદર્ભમાં બાર એશોસીએશનના હોદેદારોએ કરેલી રજુઆતો મુજબની પગલા લેવા અને તારીખ ૧૮/૧૦/ર૦ર૧નો પરીપત્ર નંબર-બી-૭૮૬/ર૦ર૧ રદ કરવા ડીસ્‍ટ્રીકટ જજશ્રીને તથા ગુજરાત હાઇકોર્ટને પત્રો લખવા છતાં કોઇ પ્રતિભાવ નહિં મળતા તેમજ વકિલોના ઉપસ્‍થિત થયેલ પ્રશ્‍નો અનુસંધાને પગલા લેવાતા ન હોય હાઇકોર્ટ તથા તંત્રનું ધ્‍યાન દોરવા તારીખ ર૧/૩/ર૦ર૩ ને મંગળવારના રોજ તમામ પ્રકારની કોર્ટ કાર્યવાહીથી વકીલોએ અલીપ્‍ત રહેવાનું ઠરાવવામાં આવે છે અને આ અંગે ભાવી પગલા માટે જનરલ બોર્ડ તારીખઃ ર૩/૩/ર૦ર૩ના ગુરૂવારના રોજ બપોરે ૧ર-૦૦ કલાકે બોલાવવાનું ઠરાવવામાં આવે છે.

આ ઠરાવને રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખશ્રી લલીતસિંહ જે. શાહી, પુર્વ પ્રમુખ શ્રી અર્જુનભાઇ એસ. પટેલ, ઉપ પ્રમુખ શ્રી એન. જે. પટેલ, સેક્રેટરી શ્રી દિલીપભાઇ એન. જોષી, જોઇન્‍ટ સેક્રેટરીશ્રી જયેન્‍દ્રસિંહ એફ. રાણા, ટ્રેઝરર શ્રી કિશોરભાઇ આર. સખીયા, લાયબ્રેરી સેક્રેટરી શ્રી જયદેવભાઇ જી. શુકલ, કારોબારી સભ્‍ય શ્રી જીજ્ઞેશ એમ. જોષી, શ્રી તુલસીદાસ બી. ગોંડલીયા, શ્રી મહર્ષીભાઇ સી. પંડયા, શ્રી જયંતકુમાર વી. ગાંગાણી, શ્રી ગીરીશભાઇ કે. ભટ્ટ, શ્રી જી. એલ. રામાણી, શ્રી જી. આર. ઠાકર, શ્રી બીપીનભાઇ એચ. મહેતા, શ્રી બીપીનભાઇ આર. કોટેચા, શ્રી રંજનબા ટી. રાણાએ સમર્થન આપેલ છે.

(5:51 pm IST)