Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

એટ્રોસીટી-પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટ શહેર ભકિતનગર પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ પોકસો એટ્રોસીટી અને બળજબરીથી નાણા કઢાવી લેવાના ગુનમાં સ્‍પે. પોકસો કોર્ટે આરોપીઓ કિશન વલ્લભભાઇ ચૌહાણ તથા મુકેશ ઉર્ફે ગની સાગરભાઇ ગોરને નિર્દોષ છોડી મુકવાનો હુકમ  કરેલ હતો.

આ કેસની વિગત એવી છે કે, આ કામના આરોપીઓ કિશન વલ્લભાઇ ચૌહાણ તથા મુકેશ ઉર્ફે ગની સાગરભાઇ ગોરને રહે બંને રાજકોટવાળાનાઓ વિરૂધ્‍ધ રાજકોટ શહેર ભકિતનગર પોલીસ સ્‍ટેશનમાં પોકસો એટ્રોસીટી અને બળજબરીથી કઢાવી લેવાના  ગુનાની ફરિયાદ થયેલ હતી. જે ફરિયાદના અનુસંધાને રાજકોટ ભકિતનગર પોલીસ સ્‍ટેશનમાં આઇ.પી.સી કલમ- ૩૮૬, ૩૮૪(એ), ૩૨૩, ૧૧૪ એકટ્રોસીટી એકટ ૩(૧)(આર), ૩(૧) (ડબ્‍લ્‍યુ)(i)(ii), ૩(૨) (૫-એ), પોકસો એકટની કલમ ૧૭, ૧૨ મુજબ ગુનો દાખલ થયેલ હતો.

આ ફરીયાદમાં આ કામના આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ થયેલ હતી અને ચાર્જશીટ આવતા કેસની ટ્રાયલ શરૂ થયેલ હતી. જેમાં ભોગ બનનાર તથા ફરિયાદી તથા અન્‍ય સાહેદોની જુબાનીઓ થયેલ હતી. જે બાદ બંને પક્ષો તરફે દલીલ થયેલ હતી. જેમાં બચાવપક્ષે થયેલ દલીલો તથા પુરાવો ધ્‍યાને લઇ રાજકોટના એડી.સેશન્‍સ જજ એ.વી.હીરપરાએ આરોપીઓ કિશન વલ્લભભાઇ ચૌહાણ તથા મુકેશ ઉર્ફે ગની સાગરભાઇ ગોરને છોડી મુકવાનો હુકમ કરેલ હતો.ઉપરોકત કામમાં આરોપીઓ કિશન વલ્લભભાઇ ચૌહાણ તથા મુકેશ ઉર્ફે ગની સાગરભાઇ ગોરને છોડી મુકવાનો હુકમ કરેલ હતો.

ઉપરોકત કામમાં આરોપીઓ કિશન વલ્‍લભભાઇ ચૌહાણ તથા મુકેશ ઉર્ફે ગની સાગરભાઇ ગોરના તરફે રાજકોટના ધારાશાષાી કિશનભાઇ બી.વાલવા, યુનુસભાઇ ખોરજીયા, વિજયભાઇ બી.જોશી રોકાયેલ હતા.

 

 

(3:29 pm IST)