Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

ગાંધી વસાહતમાં કાંતિભાઇને કામ પ્રશ્ને ભાઇ ભરતે લાકડીથી ફટકાર્યા

રાજકોટ તા. ૨૦: મોરબી રોડ ગાંધી વસાહતમાં રહેતાં કાંતિભાઇ હીરાભાઇ જાદવ (ઉ.વ.૪૪)ને વોંકળા ગેંગમાં કામે જવા મામાલે તેના સગાભાઇ ભરતભાઇએ બેફામ માર મારતાં અને લાકડીથી ફટકારતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. હાલમાં તે વોંકળા ગેંગનું કામ મુકી લાતી પ્‍લોટમાં બીજી મજૂરીએ જોડાઇ જતાં ભરતભાઇને ન ગમતાં આ માથાકુટ થયાનું જણાવાયું હતું.

(3:28 pm IST)