Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

જુની પેન્‍શન યોજના ચાલુ કરવા વિવિધ યુનિયનની બેઠકઃ કલેકટરને આવેદન અપાશે

રાજકોટ : કેન્‍દ્ર સરકાર અને રાજય સરકારના કર્મચારી આગેવાનોની સંયુકત બેઠક વેસ્‍ટર્ન રેલ્‍વે એમ્‍પલોઇઝ યુનિયન ખાને બોલાવવામાં આવેલ. જેમાં રેલ્‍વે, પોસ્‍ટ, શિક્ષણ, રાજકોટ મ્‍યુ. કોર્પોરેશન, એલ.આઇ. સી., તલાટી મંત્રી, જીએસટી, બહુમાળી ભવન, તેમજ રેલ્‍વે ઓબીસી યુનિયન વગેરે અલગ અલગ ૧પ થી વધુ સંગઠનના હોદેદારો ઉપસ્‍થિત રહી જૂની પેન્‍શન યોજનાની લડતને આગળ ધપાવવા માટે રણનીતિ ઘડવામાં આવી હતી. આ રણનીતિના ભાગરૂપે આગામી દિવસમાં કલેકટરને આવેદન પત્ર આપવાનું નકકી કરવામાં આવેલ છે.

(3:24 pm IST)