Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

ભાજપના સહ સંગઠન મહામંત્રી વી. સતીશજીએ રાજકોટમાં સાંસદ રામભાઇ મોકરીયાની મહેમાનગતી માણી

રાજકોટઃ ભારતીય જનતા પાર્ટી અને ગુજરાત રાજયના વિકાસને આગળ ધપાવવાપાર્ટીના પશ્‍ચિમ ઝોન (રાજસ્‍થાન, ગુજરાત, મહારાષ્‍ટ્ર) અને આંધ્રપ્રદેશના પ્રભારી અને રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના વરિષ્‍ઠ કાર્યકર્તા રહી ચૂકેલા એવા મહામંત્રીશ્રી વી.સતીશ એ રાજકોટ ખાતે સાંસદ રામભાઇ મોકરીયાના રાજકોટ સ્‍થિત નિવાસ સ્‍થાને શુભેચ્‍છા મુલાકાત કરી હતી અને ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરીને એક બીજા સાથે વિચારોની આપ-લે કરી હતી આ તકે શ્રીમતી શોભનાબેન રામભાઇ મોકરીયા પણ ઉપસ્‍થિત રહ્યા હતા

(5:58 pm IST)