Gujarati News

Gujarati News

News of Monday, 20th March 2023

દાઉદી બોહરાના વડા સૈયદના મુફદ્દલ સૈફુદ્દીને જામિયા મિલિયા ઈસ્‍લામિયાની ચાન્‍સેલરશીપ સ્‍વીકારી

રાજકોટઃ અલ-દાઈ અલ-મુતલક અને દાઉદી બોહરા મુસ્‍લિમ સમુદાયના વડા, પરમ પવિત્ર સૈયદના મુફદ્દલ સૈફુદ્દીને જામિયા મિલિયા ઇસ્‍લામિયાની ચાન્‍સેલરશિપ સ્‍વીકારી છે, જે રાષ્ટ્રની રાજધાની નવીમાં શિક્ષણની ઐતિહાસિક બેઠક છે.  રોજથી પાંચ વર્ષના સમયગાળા માટે જામિયા મિલિયા ઇસ્‍લામિયાની અદાલતના સભ્‍યો દ્વારા સર્વસંમતિથી ચાન્‍સેલર તરીકે  ચૂંટવામાં આવ્‍યા હતા.

તેમના પુરોગામી, ખાસ કરીને તેમના પિતા સૈયદના મોહમ્‍મદ બુરહાનુદ્દીન અને દાદા સૈયદના તાહેર સૈફુદ્દીનની જેમ, સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન શિક્ષણના કારણો માટે પ્રતિબદ્ધ છે અને તેમની શિષ્‍યવૃત્તિઅને શિક્ષણના કેન્‍દ્રોના આશ્રયના વારસાને જાળવી રાખે છે. પરમ પવિત્ર દાઉદી બોહરા સમુદાયની અગ્રણી શૈક્ષણિક સંસ્‍થા, અલજામેઆ-તુસ-સૈફિયાહ અરેબિક એકેડેમીના એકમાત્ર ઉપકારી છે.  વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ગયા મહિને મુંબઈમાં એકેડમીના ચોથા કેમ્‍પસનું ઉદ્‌ઘાટન કર્યું હતું. સૈયદના સૈફુદ્દીન ૨૦૧૫ થી સતત બે ટર્મ માટે અલીગઢ મુસ્‍લિમ યુનિવર્સિટીની ચાન્‍સેલરશિપ પણ સંભાળી ચુક્‍યા છે, આ પદ તેમના બંને પુરોગામી પણ ધરાવે છે.

સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનનું વહીવટીતંત્ર સમગ્ર વિશ્વમાં સેંકડો શાળાઓ અને શૈક્ષણિક સંસ્‍થાઓની દેખરેખ રાખે છે. તેઓ ઘણા ટ્રસ્‍ટોનું પણ સંચાલન કરે છે, જે લાયક વિદ્યાર્થીઓને અનુદાન અને શિષ્‍યવૃત્તિ પ્રદાન કરે છે,સ્ત્રીઓ અને પુરૂષો બંનેને શિક્ષણની સમાન એકસેસ પ્રદાન કરે છે.

૧૯૨૦ માં સ્‍થપાયેલ, જામિયા મિલિયા ઇસ્‍લામિયા એ નવી દિલ્‍હી, ભારતની કેન્‍દ્રીય યુનિવર્સિટી છે. ભારતના શિક્ષણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના અહેવાલ અનુસાર જેએમઆઈ ભારતની તમામ કેન્‍દ્રીય યુનિવર્સિટીઓમાં પ્રથમ સ્‍થાન ધરાછે.

(11:40 am IST)