Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

કરણપરામાં રપ દિવસથી કિંમતી પાણીનો બગાડઃ કોંગી પ્રવકતાં ગજુભાએ તંત્રને જગાડયું

રાજકોટઃ એક તરફ મ્યુ. કોર્પોરેશન દ્વારા પાણીનો બગાડ અટકાવવા ૧ર૩ અધિકારીઓની ચેકીંગ સ્કવોડ કામે લગાડી નાગરીકો પાસેથી હજારોનો દંડ ઉઘરાવાય છે. જયારે બીજી તરફ ખુદ કોર્પોરેશનનાં જ તંત્રવાહકોના કારણે રપ-રપ દિવસ સુધી કિંમતી પાણીનો બગાડ થઇ રહયાનું ખુલ્યું છે. આ અંગે શહેર કોંગ્રેસના પ્રવકતાં ગજેન્દ્રસિંહ ઝાલાનાં જણાવ્યા મુજબ વોર્ડ નં. ૧૪ માં કરણપરા-૧રમાં ડી.આઇ. પાઇપ લાઇનનાં ખોદકામ દરમિયાન પાણીની પાઇપ લાઇન તુટી જતા છેલ્લા રપ-રપ દિવસથી કિંમતી પાણી વેડફાઇ રહયું હતું. આ અંગે સ્થાનીક લતાવાસીઓએ અનેક ફરીયાદો કરી છતાં રીપેરીંગ ન થયું અંતે કોંગ્રેસ પ્રવકતા ગજેન્દ્રસિંહના ધ્યાને આવતા તેઓએ સીટી ઇજનેરને ફરીયાદ કરીને તાબડતોબ પાઇપ લાઇન રીપેર કરાવી હતી. તસ્વીરમાં રસ્તા પર કિંમતી પાણીની રેલમછેલ દર્શાય છે.

(4:03 pm IST)