Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

રાજકોટ, પોરબંદર, માણાવદર પંથકમાં શેરી રમતો જામીઃ ૩૦૦૦ બાળકો ખેલ્યા

રાજકોટઃ ગુજરાતમાં શેરી રમતો ફરીથી રમાતી થાય તેવા પ્રચંડ પ્રયત્નોના ભાગરૂપે વિવિધ સ્થળો પર શેરી રમતો રમાડી તા. ૬-૩-૨૦૧૯ના રોજ કે.કે. કોટીચા પ્રા.શાળા ખોડીયારનગર, રાજકોટ ખાતે કુલ ૪૦૦ બાળકોને વિવિધ શેરીરમતો રમાડેલ. તા. ૮-૩-૨૦૧૯ના રોજ આણંદપર પ્રા.શાળા નં.ર, તા. રાજકોટ કુલ ૫૦૦ બાળકોને વિવિધ શેરી રમતો રમાડેલ. તા. ૧૧-૩-૨૦૧૯ના રોજ વડાળી પ્રા.શાળાના કુલ ૨૫૦ બાળકોને વિવિધ શેરી રમતો રમાડેલ અને ઢાંઢણી પ્રા.શાળા, તા. રાજકોટના કુલ ૪૦૦ બાળકોને વિવિધ શેરી રમતો રમાડેલ. તા. ૧૪-૩-૨૦૧૯ના રોજ પાલખડા પ્રા.શાળા, તા.જિ. પોરબંદર કુલ ૨૦૦ બાળકોને વિવિધ શેરી રમતો રમાડેલ. તા. ૧૫-૩-૨૦૧૯ના રોજ સાહેલી શૈક્ષણિક સંકુલ બગવદર, તા.જિ. પોરબંદરના કુલ ૪૦૦ બાળકોને વિવિધ શેરી રમતો રમાડેલ ઉપરાંત સંસ્થા તરફથી આનંદ મેળાનું આયોજન હતું. જેમાં બાળકોએ ભરપુર આનંદ મેળવ્યો. તા. ૧૬-૩-૨૦૧૯ના રોજ સ્વામી વિવેકાનંદ સ્કૂલ, રાણાવાવ, જિ.પોરબંદરના કુલ ૪૦૦ બાળકોને વિવિધ શેરી રમતો રમાડેલ. તા. ૧૮-૩-૨૦૧૯ના રોજ ચીખલોદરા પ્રા.શાળા, તા. માણાવદર, જિ. જૂનાગઢના કુલ ૨૦૦ બાળકોને વિવિધ શેરી રમતો રમાડેલ. ગામ લોકો અને ઘણા બધા શિક્ષક મિત્રોની વિશાળ હાજરીમાં બાળકો શેરી રમતો રમેલ. ગામ લોકોએ શાળાને રૂ. ૧૦,૦૦૦/-નું અનુદાન આવી રમતો માટે આપેલ અને શિક્ષક મિત્રો તરફથી બધા જ લોકોને ગાજર, ટમેટા અને પપૈયાનો ભરપુર નાસ્તો આપેલ. તા. ૧૯-૩-૨૦૧૯ના રોજ નવી પ્લોટ પ્રા.શાળા, માણાવદર, જિ.જૂનાગઢના કુલ ૩૦૦ બાળકોને વિવિધ શેરી રમતો રમાડેલ અને શિક્ષક મિત્રો તરફથી તમામ બાળકોને ગાજર, ટમેટા અને બીટનો ભરપુર નાસ્તો આપવામાં આવેલ. માણાવદર તાલુકામાં શેરી રમતોને પ્રચલિત કરવા માટે આદરણિય શ્રી આદર્શ શિક્ષક માંડણભાઇ કાનગડ જહેમત ઉઠાવી રહ્યા છે. પ્રા.શાળાના બાળકો આવી શેરી રમતો પુરા આનંદ ઉલ્લાસથી રમતા હોય છે અને પોતાને ત્યાં જઇ અનુકુળતા મુજબ શેરીમાં રમવાનંુ શરૂ કરી દીધેલ છે. કુલ ૩૦૦૦ બાળકોએ શેરી રમતોમાં ભાગ લીધો. સૌરાષ્ટ્રમાં આ રમતોને જીવંત કરવાના અમારા પ્રયત્નોમાં જે સંસ્થા સહયોગ આપવા ઇચ્છતી હોય તેઓએ અમારો સંપર્ક કરી બાળકોને રમતા કરવાના આ યજ્ઞમાં સહભાગી થવા જણાવાયંુ છે. વધારે વિગત માટે વી.ડી.બાલા મો.નં. ૯૪૨૭૫ ૬૩૮૯૮નો સંપર્ક થઇ શકે છે.

(3:51 pm IST)