Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

આ ધુળેટી માણો આંખ અને સ્કીનને જાળવીને

હોળી અને ધુળેટી એટલે રંગોનો તહેવાર. સમગ્ર ભારતમાં હોળી ધુળેટીને રંગોથી આનંદ સાથે ઉજવવામાં આવે છે. આજના વર્તમાન સમયમાં યુવાવર્ગ કેસૂડાં તથા અબીલ ગુલાલ જેવા કુદરતી રંગોને ભૂલીને ત્વચાને હાનિકારક એવા સિન્થેટિક રંગોનો બેફામ ઉપયોગ કરવા લાગ્યા છે. જેના કારણે ત્વચા તેમજ આંખને નુકસાન થવાનું પ્રમાણ ખુબજ વધી ગયું છે. તો આવા સંજોગોમાં ધુળેટીના રંગોનો આનંદ પણ માણવો અને ત્વચા, વાળ તથા આંખને નુકસાન પણ ના થાય તેનું ધ્યાન કઈ રીતે રાખવું તે વિષે આપણે રાજકોટના જાણીતા સ્કીન સ્પેશ્યાલિસ્ટ ડો. ભાવેશ દેવાણી તથા આંખના ડો. મનીષા દેવાણી પાસેથી થોડી માહિતી મેળવીએ.

વર્તમાન સમયમાં પર્યાવરણમાં આવેલી જાગૃકતાને કારણે બિનહાનિકારક ઇકોફ્રેન્ડલી, કુદરતી રંગો કે જે ફૂલોના તેમજ પાંદડાંના રસમાંથી તથા સુખડમાંથી બનાવામાં આવે છે તે મળવા લાગ્યા છે, અને જાગૃત લોકો તેને વાપરે પણ છે. આવા રંગો ઘરે પણ બનાવી શકાય છે.

કુદરતી રંગો : સુખડ નો પાવડર, અબીલ, ગુલાલ, હળદર, કેસુડો, મેંહદી વિગેરે

સિકથેટિક રંગોઃ લેડ ઓક્ષાઇડ (બ્લેક) ,આયોડીન (બ્રાઉન), એન્જિન ઓઇલ (ગ્રીન) કોપર સલ્ફટ (ગ્રીન) ,મરકયુરી સલ્ફટ (રેડ) ,પર્સીયન બ્લ (બ્લ)

રંગ વધુ પ્રમાણમાં બને તેમજ લાંબો સમય તેની અસર રહે તે માટે ઉપર દર્શાવેલ સિન્થેટિક રંગનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં ત્વચા તેમજ આંખને હાનિકર્તા તત્વો રહેલા હોય છે. જેનો ઉપયોગ કરવાથી ત્વચામાં બળતરા, એલર્જી, ખંજવાળ, લાલ ચકામાં થવાની શકયતા રહેલી છે. તેમજ આંખમાં બળતરા થવી, ખટકો આવવો, આંખમાં થી પાણી પડવા,જેવી તકલીફ થાય છે.

ભેળસેળયુકત ગુલાલ તેમજ અબીલ કે જેમાં રંગો ને ચમકીલા બનાવવા માટે microdust ઉમેરવામાં આવે છે જેના કારણે ત્વચા પર ઉઝરડા થાય છે જેમાં રંગ ભળવાથી ત્વચા ને ચેપ પણ લાગી શકે,

જે વ્યકિતને એલર્જી હોય તેઓને ધુળેટી રમ્યાના થોડા દિવસ પછી પણ સૂકી ત્વચા તથા ખંજવાળ અને નાની ફોલ્લીઓ થઇ શકે છે. આ પ્રકારના રંગો વાળમાં લાગવાથી વાળ રુક્ષ તેમજ સૂકા થઇ જાય છે. વાળમાં લાગેલ પાક રંગોને દૂર કરવા વારંવાર શેમ્પ કરવાથી તેમજ વધુ ગરમ પાણીથી વાળ ધોવાથી વાળને વધુ નુકસાન થાય છે.

ધુળેટીમાં રંગોથી રમતા ત્વચા તેમજ આંખને નુકસાન ના થાય તે માટે નીચે જણાવેલ બાબતો ધ્યાન રાખવું

ધુળેટી માં રમવા નીકળતા પહેલા ત્વચા ઉપર snscreen તથા moistur બરાબર લગાડવું.

-વાળમાં કોપરેલ તેલનું માલિશ કરી વાળને બાંધી દેવા.

-આંખને સંપૂર્ણ કવર કરે તેવા સનગ્લાસ પહેરવા,

-જાડા સુતરાવ કપડાં પહેરવા

-કુદરતી તેમજ ભેળસેળ વિનાના રંગોથી જ રમવાનો આગ્રહ રાખવો. કેસુડાના ફૂલોને એક દિવસ પાણીમાં પલાળીને તેમાંથી બનતા રંગનો ઉપયોગ કરવો.

-હોઠ પર લિપબામ લગાડવો, નખ કાપેલા રાખવા, તથા પાકો નેઇલ પેન્ટ લગાડવો.

-બાળકોને વડીલોના માર્ગદર્શન હેઠળજ રંગોથી રમાડવા.

-રંગોથી રમ્યા પછી સૌપ્રથમ બધોજ ડ્રાય પાવડર ખંખેરીને કરવો ત્યારબાદ હુંફાળા ગરમ પાણીથી નહાવું તેમજ neutral ph ધરાવતા સાબુનો ઉપયોગ કરવો.

-રંગ દૂર કરવા અંબરનો ઉપયોગ ના કરવો તેમજ ત્વચાને બહુ ઘસવી નહિ.

-વાળને હળવા શેમ્પૂથી ધોવા તથા કન્ડિશનર કરવું તથા થોડા દિવસો સુધી તેલ માલીસ કરવું,

ઉપરોકત જણાવેલ કાળજી લીધા પછી પણ જો બળતરા રહે, ત્વચા રફ થઇ જાય,લાલ ચકામાં થાય, આંખમાં બળતરા થાય, આંખ ના સર્જન તેમજ સ્કીનના સ્પેશ્યલિસ્ટ ને બતાવી તેમનો અભિપ્રાય લઇ લેવો હિતાવહ છે.

આ સાથે જ આપ સર્વે ને હોળી ની હાર્દિક શુભેચ્છાઓ.

ડો ભાવેશ દેવાણી, MD સ્કિન

ડો મનીષા દેવાણી M s Ophthal

St Hellul taull Ophthal

દ્રિષ્ટિ સ્કિન અને આઈ હોસ્પિટલ, બીજો માળ, સ્માઈલ બિલ્ડીંગ ૫, મનહર

પ્લોટ કોર્નર, મંગલા મેઈન રોડ રાજકોટ ફોનઃ ૨૪૮૩૪૮૩, ૯૪૦૮૦૯૪૦૮૧

(4:05 pm IST)