Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

જંગલેશ્વરમાં હિતેષ રાઠોડ દારૂ-બીયર સાથે ઝડપાયોઃ ફળીયાના ચોરખાનામાં છુપાવ્યો'તો

ભકિતનગર પોલીસ મથકના રણજીતસિંહ, સલિમભાઇ મકરાણી અને વાલજીભાઇની બાતમી

રાજકોટ તા. ૨૦: ભકિતનગર પોલીસ મથકના ડી. સ્ટાફના હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયા, સલિમભાઇ મકરાણી અને કોન્સ. વાલજીભાઇ જાડાની બાતમી પરથી જંગલેશ્વર મહાત્મા ગાંધી સોસાયટી-૧માં રહેતાં હિતેષ જીવરાજભાઇ રાઠોડ (ઉ.૩૨)નામના રિક્ષાચાલકના ઘરમાં દરોડો પાડી તેણે ઘરના ફળીયામાં બનાવેલા ચોરખાનામાં છુપાવેલો દારૂ-બીયરનો જથ્થો કબ્જે કરાયો હતો. જેમાં રોયલ ચેલેન્જની ૬ બોટલ, મેકડોવેલ્સની ૧૨ બોટલ, રોયલ કિંગ વ્હીસ્કીની ૩ બોટલ અને બીયરના ૧૮ ટીન મળી રૂ. ૧૩૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. તેમજ હિતેષની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, એસીપી એચ.એલ. રાઠોડ અને પી.આઇ. વી.કે. ગઢવીની સુચના હેઠળ પીએસઆઇ પી. બી. જેબલીયા, મહેન્દ્રસિંહ, વિક્રમભાઇ, હિરેનભાઇ, ભાવેશભાઇ, દેવાભાઇ, દિવ્યરાજસિંહ, રાજેશભાઇ, મનિષભાઇ અને જેને બાતમી મળી તે કર્મચારીઓ આ કામગીરીમાં જોડાયા હતાં.

(3:40 pm IST)