Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

નવાગામમાં અજાણ્યાએ વૃધ્ધને પાઇપ ફટકાર્યો, પડોશી પર શંકા ઉપજતાં તેને પુછવા જતાં તેણે પણ માર માર્યો

વશરામભાઇ કોળીની ફરિયાદ પરથી પડોશી ધીરૂ મકવાણા અને અજાણ્યાની શોધખોળ

રાજકોટ તા. ૨૦: નવાગામ રંગીલા સોસાયટીમાં પાણીના ટાંકા સામેની શેરીમાં રહેતાં વશરામભાઇ નાનુભાઇ મકવાણા (ઉ.૬૦) નામના કોળી વૃધ્ધને ઘર પાસે અજાણ્યા શખ્સે પાઇપનો ઘા ફટકારી લેતાં આ શખ્સને પડોશી ધીરૂ મકવાણાએ જુના મનદુઃખને કારણે મોકલ્યાની શંકા પરથી ધીરૂને પુછવા જતાં તેણે પણ ઝઘડો કરી ઢીકા-પાટુ મારી લેતાં ફરિયાદ થઇ છે.

વશરામભાઇની ફરિયાદ પરથી કુવાડવાના હેડકોન્સ. હમીરભાઇ સબાડે તેના પડોશી ધીરૂ મકવાણા અને અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે. વશરામભાઇના કહેવા મુજબ પોતે પત્નિ લીલાબેન સાથે રહે છે. મોટા દિકરા મહેશભાઇનું દોઢેક વર્ષ પહેલા અવસાન થયું છે. પોતે ઘરની ડેલીએ બેઠા હતાં ત્યારે અજાણ્યો શખ્સ પાઇપ લઇને આવ્યો હતો અને છાતીએ ઘા મારી ભાગી ગયો હતો.

વશરામભાઇએ વધુમાં જણાવ્યું હતું કે તેના મોટા દિકરા મહેશભાઇના અવસાન પછી તેની પત્નિ ગીતાના બીજી જગ્યાએ પડોશી ધીરૂ મકવાણાએ પ્રેમલગ્ન કરાવી આપ્યા હતાં. આ બાબતે ધીરૂ સાથે મનદુઃખ ચાલતું હોઇ અજાણ્યા શખ્સને તેણે હુમલો કરવા મોકલ્યાની શંકા પરથી તેને આ બાબતે પુછવા જતાં તે ધોકોલ લઇને દોડ્યો હતો અને ઝપાઝપી કરી ભાગી ગયો હતો. પોલીસે ધીરૂ અને અજાણ્યાની શોધખોળ હાથ ધરી છે.

(3:38 pm IST)
  • ગુજરાત સરકારના બે મંત્રીઓને દિલ્હીનું તેડું: દિલ્લી ખાતે પ્રધાનમંત્રી સાથે કરશે મુલાકાત: નવ નિયુક્ત મંત્રી જવાહર ચાવડા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા પ્રધાનમંત્રી મોદી સાથે કરશે મુલાકાત access_time 10:59 am IST

  • સુરત : વરાછા પોલીસ સ્ટેશનમાં આરોપીએ આપઘાતનો પ્રયાસ કર્યો :આરોપીએ બાથરૂમમાં દિવાસળીથી આગ લગાવી :ચોરીના ગુનામાં આરોપીની ધરપકડ થઇ હતી access_time 10:42 pm IST

  • બીજી સર્જીકલ સ્ટ્રાઈક આવી રહી છે?: જાણીતા ડેટા એનાલીસ્ટ જી. પ્રધાને તેમના એક ફોલોઅર રેણુકા જૈન - ચોકીદારના એક ટ્વીટનો જવાબ આપતા લખ્યુ છે કે 'અમે તેમને નિરાશ નહિં કરીએ.' રેણુકા જૈને લખ્યુ હતું કે રોજ હું સવારે ઉઠુ છુ ત્યારે શિવજી પ્રતિ મારો ભાવ પ્રગટ કરી સમાચારો જોવા લાગુ છું કે પાકિસ્તાન ઉપર બીજો હુમલો થયો કે નહિં? તેના જવાબમાં ડો.જી.પ્રધાને સુચક રીતે લખ્યુ છે કે ''અમે તમને નિરાશ નહિં કરીએ'' જેનો અર્થ એવો કઢાઈ રહ્યો છે કે આતંકીઓના છોતરા કાઢવા બીજી સર્જીકલ સ્ટ્રાઈક તોળાઈ રહી છે. access_time 11:28 am IST