Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

કાંતિનગર ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં જયરાજ કાઠીની ગુંડાગીરીઃ છરી લઇ પટેલ કારખાનેદારને મારવા પાછળ દોટ મુકી

પાનની કેબીને છરી પછાડી 'શું છે તારે?' કહી કારણ વગર ધમાલ મચાવી : રવિ પટેલ જીવ બચાવવા એક કારખાનામાં જતો રહેતાં ત્યાં પણ પાછળ ઘુસી ગયોઃ બીજા લોકો ભેગા થતાં ભાગી ગયોઃ અવાર-નવાર ગમે તેની સાથે ડખ્ખા કરતાં શખ્સ સામે કડક પગલા લેવાની માંગણી

રાજકોટ તા. ૨૦: કેદારનાથ સોસાયટીમાં રહેતાં રવિ ગોરધનભાઇ પાનસુરીયા (ઉ.૨૮) નામના લેઉવા પટેલ કારખાનેદાર યુવાનને તે સાંજે કાંતિનગર ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં  નજીક પાનની કેબીને ફાકી ખાવા ઉભો હતો ત્યારે હરિઓમ પાર્ક નવયુગ ચોકના જયરાજ કનુભાઇ કાઠીએ આવી 'શું છે તારે?' તેમ કહી ગાળો દઇ છરી કાઢી મારવા દોડતાં ભયભીત થઇ રવિ દોટ મુકી એક કારખાનામાં જતો રહેતાં જયરાજ ત્યાં પણ ખુલી છરી સાથે ઘુસી ગયો હતો. રવિએ જીવ બચાવવા રાડારાડી કરતાં બીજા કારખાનેદારો ભેગા થઇ જતાં આ શખ્સ ભાગી ગયો હતો.

બનાવની જાણ રવિ પાનસુરીયાએ આજીડેમ પોલીસમાં કરતાં એએસઆઇ પંકજભાઇ દિક્ષીત તથા વિપુલભાઇ રબારીએ તેની ફરિયાદ પરથી ગુનો નોંધી જયરાજની શોધખોળ હાથ ધરી છે. રવિએ જણાવ્યું છે કે હું કોઠારીયા રીંગ રોડ ખોખડદળના પુલ પાસે ઓમ ઉદ્યોગનગર-૧માં ગ્લોબલ ટેકનોફિલ્ડ નામે કારખાનુ ધરાવું છું. બપોરે કાંતિનગર-૩મા ભુપતભાઇની પાનની કેબીને ફાકી ખાવા ઉભો હતો ત્યારે જયરાજ કાઠી આવ્યો હતો અને પોતાની પાસેની છરી કેબીનમાં પછાડતો હતો. તેની સામે જોતાં તેણે 'શું છે તારે?' કહેતાં મેં તેને 'કાંઇ નથી' તેમ જણાવતાં તે ગાળો દેવા માંડ્યો હતો અને ઝઘડો કરવા લાગતાં હું ગભરાઇને ત્યાંથી ભાગતાં તે છરી લઇ પાછળ દોડતાં હું દિલીપભાઇના કારખાનામાં જતો રહ્યો હતો. એ પછી તે કારખાનામાં પણ છરી સાથે ઘુસી જતાં મેં રાડારાડી કરતાં હર્ષદભાઇ, મયુરભાઇ, હાર્દિકભાઇ, ભરતભાઇ સહિતના ભેગા થઇ જતાં જયરાજ ભાગી ગયો હતો.

આ શખ્સ અવાર-નવાર કારખાના વિસ્તારમાં ગમે તેને હેરાન પરેશાન કરે છે. પોલીસ કડક કાર્યવાહી કરે તેવી કારખાનેદારોએ માંગણી કરી છે.

(3:37 pm IST)
  • દિલ્હીમાં દિવસનું આ મહિનાનું રેકર્ડ ૩૨ ડિગ્રી આસપાસ અને રાત્રે ૧૫II ડિગ્રી આસપાસ ઉષ્ણતામાન access_time 3:54 pm IST

  • ચૂંટણી પ્રચાર દરમ્યાન વાણી અને વર્તનમાં વિવેક રાખવા જાહેરનામું: પ્રચાર ભાષણનાં નહીં થઇ શકે નેતાઓની મિમિક્રી: ગાંધીનગર કલેક્ટરનું જાહેરનામું access_time 11:00 am IST

  • વડાપ્રધાન મોદીના ગઢમાં પ્રિયંકા ગાંધી :વારાણસીના ગંગા તટે મંદિરમાં માથું ટેકવ્યું :લાલબહાદુર શાસ્ત્રીના પૈતૃક ઘરની લેશે મુલાકાત :આ પહેલા મિર્ઝાપુરમાં મૌલાના ઈસ્માઈલ ચિશ્તીની મજાર પર ચાદર ચડાવી:વિદ્યા વાસીની મંદિરમાં દર્શન કર્યા: ભદોહીમાં સીતામઢી સમાહિત મંદિરમાં પૂજા અર્ચન કર્યા હતા access_time 1:17 am IST