Gujarati News

Gujarati News

News of Wednesday, 20th March 2019

ભાજપના પાયાના કાર્યકર પ્રશાંત વાળાની પ્રદેશ મીડિયા કન્વીનરપદે નિયુકિત

સૌરાષ્ટ્ર-કચ્છ ઈન્વેસ્ટર્સ ફોરમના પ્રમુખ, એબીવીપીની જવાબદારી નિભાવેલી

રાજકોટ, તા. ૨૦ : તાજેતરમાં જ ભાજપા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી અમિતભાઈ શાહ,મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી,પ્રદેશ અધ્યક્ષશ્રી જીતુભાઈ વાદ્યાણી તથા પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી ભીખુભાઈ દલસાણીયા દ્વારા ભાજપના યુવા,શિક્ષિત અને અભ્યાસુ નેતા અને પાયાના કાર્યકર શ્રી પ્રશાંત વાળાની ભાજપા પ્રદેશ મીડિયા કન્વીનર તરીકે નિયુકતી કરવામાં આવી છે.

લોકસભા ચૂંટણી સમયે જ ખુબ જ મહત્વની એવી ગુજરાત પ્રદેશ ભાજપની મીડિયાની મુખ્ય જવાબદારી શ્રી પ્રશાંતભાઈ વાળાને સોંપવામાં આવેલ છે ત્યારે મૂળ જુનાગઢના વતની ત્યારબાદ રાજકોટ અને હાલ ગાંધીનગર નિવાસ ધરાવતા શ્રી પ્રશાંતભાઈ વાળા ભાજપામાં શરૂઆતના સમયે બુથકક્ષાની જવાબદારીઓ સંભાળી ચુકયા છે.ત્યારબાદ તેઓની કાર્યદક્ષતાના આધારે તેઓને ભાજપા સંગઠનમાં શહેર,જીલ્લા અને ત્યારબાદ ઝોન અને પ્રદેશકક્ષાની અનેક જવાબદારીઓ પાર્ટી દ્વારા સોંપવામાં આવેલ.તેઓએ વિધાનસભા અને લોકસભાની અનેક ચૂંટણીઓમાં પણ મહત્વની કામગીરીઓ સુપેરે નિભાવી છે. ભાજપા મીડિયા વિભાગની પ્રદેશકક્ષાની મુખ્ય જવાબદારી શ્રી પ્રશાંતભાઈ વાળાને સોંપવામાં આવી છે ત્યારે સમગ્ર ગુજરાતના ભાજપા કાર્યકરોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

સરળ,સૌમ્ય અને મિલનસાર સ્વભાવ ધરાવતા શ્રી પ્રશાંતભાઈ વાળા ભાજપાના સંનિષ્ઠ અને કર્તવ્યનિષ્ઠ કાર્યકર છે.ટીવી ડીબેટમાં તેમની પ્રભાવશાળી અને અભ્યાસપૂર્ણ દલીલોને લીધે તેઓ આજે સૌરાષ્ટ્ર અને સમગ્ર ગુજરાતમાં બહોળો ચાહકવર્ગ ધરાવે છે..તેઓ ભાજપા ઇન્વેસ્ટર્સ પ્રોટેકશન સેલના પ્રદેશ કન્વીનરની જવાબદારી સંભાળતા હતા અને હાલ તેઓ ભાજપા પ્રદેશ કારોબારી સભ્ય છે.તેઓએ બી.કોમ.,એલ.એલ.બી. અને એમ.બી.એ. સુધીનો અભ્યાસ કરેલો છે.તેઓ શીશુકાળથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંદ્ય નાં સ્વયંસેવક છે.વિદ્યાર્થીકાળમાં તેઓએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં પણ અનેક જવાબદારીઓ વહન કરેલી છે.છેલ્લાં ૧૬ વર્ષથી તેઓ ભારતીય જનતા પાર્ટીમાં કાર્યરત છે. અર્થતંત્ર ના વિષયો પરનાં તેમનાં લેખો ખ્યાતનામ અખબારોમાં અવારનવાર પ્રસિદ્ઘ થાય છે. તેઓ સૌરાષ્ટ્ર-કચ્છ ઇન્વેસ્ટર્સ ફોરમનાં છેલ્લાં ૮ વર્ષથી પ્રેસિડેન્ટ છે.તેઓએ અનેક વખત સેબી તેમજ ફાઈનાન્સ મીનીસ્ટ્રીની મીટીંગોમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું છે.તેઓ હાલ ગાંધીનગર ખાતે નિવાસ ધરાવે છે. તેઓને મિત્રવર્તુળ તેમજ આગેવાનો - કાર્યકરો તરફથી શુભેચ્છાઓ વરસી રહી છે. (મો. ૯૯૨૪૨ ૦૯૧૯૧)

(11:37 am IST)
  • રાષ્ટ્રપતિએ આપી લોકપાલ ટીમને મંજૂરી : ગુજરાતના બે સભ્યોની પસંદગી : લોકપાલ તરીકે જસ્ટિસ પિનાકી ચાંદ્રા ઘોષ અને જ્યુડીશ્યલ મેંમેંબરમાં જસ્ટિસ દિલીપ ભોંસલે,જસ્ટિઝ પ્રદીપકુમાર મોહન્ટી, જસ્ટિસ અજયકુમાર ત્રિપાઠી :નોન જ્યુડીશ્યલ મેમ્બરમાં દિનેશકુમાર જૈન (ચીફ સેક્રેટરી મહારાષ્ટ્ર ), અર્ચના રામસુન્દરમ (પૂર્વ આઇપીએસ અધિકારી )અને ડો, ઇંદ્રજીતપ્રસાદ ગૌતમ (પૂર્વ આઇપીએસ ઓફિસર ) રહેશે access_time 11:10 pm IST

  • પાકિસ્તાની નેતાએ હિંદુઓ વિરુદ્ધ ઓક્યું ઝેર :કહ્યું હિન્દૂ અમારા સૌથી મોટા દુશ્મન છે :પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા શેર આઝમ વજીરે વિધાનસભામાં જ હિંદુઓને પોતાના સૌથી મોટા દુશ્મન ગણાવ્યા :પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંત વિધાનસભામાં આઝમ વજીરે કહ્યું કે પાકિસ્તાનના સૌથી મોટા દુશ્મન હિન્દૂ છે :આ નિવેદન બાદ વિધાનસભામાં હિન્દૂ નેતા રવિકુમાર અને રંજીત સિંહે જબરો વિરોધ કરીને સદનથી બહાર ચાલ્યા ગયા access_time 12:30 am IST

  • ગુજરાત BJP પાર્લામેન્ટરી બોર્ડ ની મીટીંગ બાદ આખરી યાદી તૈયાર :,હોળી પછી દિલ્હી જઈ સોંપશે યાદી:અન્ય રાજય ના તબક્કાવાર યાદી મંગાવાઈ રહી છે:વિજય રૂપાણી પણ હોળી પછી દિલ્હી જાય તેવી સંભાવના access_time 10:59 am IST