Gujarati News

Gujarati News

News of Tuesday, 20th March 2018

તનીષ્કા વસાણીએ જોર્ડનમાં હીર ઝળકાવ્યું:છ મેડલ જીતી લીધા

રાજકોટ તા. ર૦:મૂળ રાજકોટના જવલંત અરવિંદભાઇ વસાણીની સુપુત્રી તનીષ્કા (ઉ.વ. ૧૧), જે અમાનની (જોર્ડન) ઇન્ટરનેશનલ કોમ્યુનીટી સ્કુલમાં ધો. ૬ માં અભ્યાસ કરે છે, તેણે 'ધ વર્લ્ડ સ્કોલર્સ કપ' અમન રાઉન્ડમાં એક સાથે ૬ મેડલ (ર ગોલ્ડ અને ૪ સીલ્વર) મેળવી વિદેશમાં વસાણી પરિવારનું, રઘુવંશી સમાજનું અને રાજકોટનું ગૌરવ વધારેલ છે.

હવે જુન-ર૦૧૮માં ''ધ વર્લ્ડ સ્કોલર્સ કપ''માં ભાગ લેવા તનીષ્કા, કૌલા લમ્પર મલેશીયા જશે.

કહેવાય છે કે મોરના ઇંડા ચીતરવા ન પડે, તનીષ્કાના પપ્પા જવલંતભાઇ અને મમ્મી પૂજાબેન પણ ઉચ્ચ શૈક્ષણીક લાયકાત ધરાવે છે અને બન્નેએ અભ્યાસમાં અને કારકીર્દીમાં અનેક સિધ્ધીઓ હાંસલ કરી છે પૂજાબેન-જવલંતભાઇના ત્રણેય સંતાનો ભણવામાં અને અન્ય પ્રવૃતિઓમાં હંમેશા મોખરે રહે છે.

તનીષ્ઠકાની સિધ્ધીમાં સ્કુલ મેનેજમેન્ટ અને પૂજાબેન-જવલંતભાઇના માર્ગદર્શન અને પ્રેરણાનો સિંહ ફાળો છે. તનીષ્કાના દાદાજી એલ.આઇ.સી.ના પૂર્વ માર્કેટીંગ મેનેજર અરવિંદભાઇ વસાણી (મો. ૯૮રપ૪ ૬૭૯૦૪) એ તનીષ્કાની સિધ્ધીને અમીદ્રષ્ટિ સમાન ગણાવી આશીર્વાદ આપેલ. (૭.૩૩)

 

(2:31 pm IST)