Gujarati News

Gujarati News

News of Wednesday, 20th January 2021

ટાટા સ્ટીલના સ્ટીકર લગાવી ડુપ્લીકેટ કપલીન બનાવી બે વર્ષથી વેંચતા કારખાનેદારની ધરપકડ

એસઓજીની ટીમે કંપનીના ઇન્વેસ્ટીગેશન મેનેજરની માહિતીને આધારે ઉમાકાંત પંડિત ઉદ્યોગનગરમાં દરોડો પાડ્યોઃ પરષોત્તમ પાંભર વિરૂધ્ધ કોપીરાઇટ એકટ હેઠળ કાર્યવાહી

રાજકોટ તા. ૨૦: ઉમાકાંત પંડિત ઉદ્યોગનગરમાં શ્રી કિષ્ના સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં બનતી બોરવેલમાં ઉપયોગમાં લેવાતી કપલીન ઉપર ટાટા સ્ટીલ કંપનીના સ્ટીકર ચોંટાડી ટાટા સ્ટીલની કપલીનના નામે વેંચાણ થતું હોવાની માહિતી ટાટા સ્ટીલ કંપનીના માલનું ડુપ્લીકેશન અટકાવવાની જવાબદારી જેને સોંપાઇ છે તે કંપનીના ઇન્વેસ્ટીગેશન મેનેજરને મળતાં તેને સાથે રાખી એસઓજીની ટીમે કારખાનામાં દરોડો પાડતાં કપલીનનું ડુપ્લીકેશન થતું હોવાનું જણાતાં કોપીરાઇટ એકટ હેઠળ ગુનો નોંધી કારખાના માલિક પરશોતમ ડાયાભાઇ પાંભર (ઉ.વ.૬૦-રહે. ,અનુપમ સોસાયટી ૨૨-બી 'સરજુ' નાનામવા રોડ, રાજનગર સોસાયટીની બાજુમાં રાજકોટ) સામે ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી હતી. બે વર્ષથી  આ રીતે સ્ટીકરો લગાવી નકલી માલ બનાવી વેંચાણ કરાતું હોવાનું બહાર આવ્યું હતું. ડીસીબી પોલીસ સ્ટેશનમાં આ બારામાં મહારાષ્ટ્ર થાને અંબાનાથ ઇસ્ટ સોહમ એપાર્ટમેન્ટમાં રહેતાં અને ટાટા સ્ટીલ કંપનીએ પોતાની પ્રોડકટ કે માલનું ડુપ્લીકેશન કરી વેચાણ કરનારા સામે  કાયદેસરની કાર્યવાહી કરવા માટે જેને કામ સોંપ્યું છે તે કંપનીના ઇન્વે. મેનેજર મંગલભાઇ ઉબાદતભાઇ પાંડે (ઉ.વ.૪૮)ની ફરિયાદ પરથી કારખાનેદાર પરષોત્તમ પાંભર સામે ધ કોપીરાઇટ એકટ ૧૯૫૭ની કલમ ૫૧, ૬૩ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી  કારખાનામાંથી અલગ-અલગ સાઇઝની બોરવેલમાં ઉપયોગમાં લેવાતી ટાટા સ્ટીલના સ્ટીકરો ચોંટાડાયેલી કપલીન નંગ ૬૦૦ રૂ. ૨૭ હજારની તથા સ્ટીકર નંગ ૧૧૦૦ રૂ. ૨૦૦ના કબ્જે કર્યા હતાં.

પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવીણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા એસીપી ક્રાઇમ ડી.વી. બસીયાની સુચના મુજબ  એસ.ઓ.જી.  પીઆઇ આર. વાય. રાવલ, પીએસઆઇ  એમ. એસ.અંસારી, હેડકોન્સ ઝહીરભાઇ ખફીફ, હેડકોન્સ. વીજેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. અનિલસિંહ ગોહીલ, કોન્સ. મહમદઅઝહરૂદીન તથા કોન્સ. સોનાબેન મુળીયાએ આ કામગીરી કરી હતી. પ્રાથમિક પુછતાછમાં કારખાનેદારે બે વર્ષથી આ રીતે સ્ટીકરો લગાડી ટાટા સ્ટીલના નામે ડુપ્લીકેટ કપલીનનું સોૈરાષ્ટ્રભરમાં વેંચાણ કર્યાનું રટણ કર્યુ હતું. સ્ટીકર્સ કયાં બનાવડાવ્યા? તે અંગે તપાસ થઇ રહી છે.

(11:49 am IST)
  • દેશમાં કોરોના થાક્યો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસના આંકમાં સતત ઘટાડો : રાત્રે 11-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 14,183 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,06,10,632 થઇ :એક્ટિવ કેસ 1,90,498 થયા: વધુ 17,751 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,02,62,843 થયા :વધુ 132 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,52,886 થયા access_time 1:13 am IST

  • ભારતે મોકલેલ વેક્સીનનો જથ્થો ભૂટાનમાં આવી પહોંચ્યો access_time 5:09 pm IST

  • આઇપીએલમાં હરભજન ચેન્નાઇ તરફથી રમતો જોવા નહિ મળે : ભજજીએ ટવીટ કરી જાણકારી આપી કે ચેન્નાઇ સાથે મારો કરાર પૂર્ણ થઇ ગયો છે. આ ટીમ માટે રમવુ એક સુખદ અનુભવ હતો. હું એ યાદગાર પણ હમેંશા યાદ રાખીશ ચેન્નાઇ સુપર કીંગ્સનું મેનેજમેન્ટ સ્ટાફ અને ફેન્સનો આભાર access_time 4:03 pm IST