Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

શ્રી બજરંગ ગરબી મંડળ

 મવડી ચોકડી : હાલ શ્રાધ્ધ પર્વ ચાલી રહ્યો છે. આસો નવરાત્રીના આગમન પૂર્વે હવે ગણત્રીના દિવસો જ બાકી છે ત્યારે પ્રાચીન ગરબી મંડળ દ્વારા અવનવા રાસની તાલીમ લેવાઇ રહી છે. શ્રી બજરંગ ગરબી મંડળ દ્વારા મવડી ચોકડી ખાતે છેલ્લા ૧૫ વર્ષથી આસો નવરાત્રીનું ભકિતભાવ પૂર્ણ આયોજન કરવામાં આવે છે. ગરબી મંડળની બાળાઓને ફી લીધા વગર ભાગ લે છે. ગરબી મંડળની બાળાઓનો મંગલ પગલે આરતી - દાંડીયા રાસ, સળગતી ઇંઢોણી રાસ, ગાગર રાસ, ખંજરી રાસ સહિતના રાસ - ગરબા આકર્ષણનું કેન્દ્ર બને છે. શ્રી બજરંગ ગરબી મંડળના આયોજનને સફળ બનાવવા યુવરાજસિંહ ઝાલા, ધીરજભાઇ સિંધવ, હરેશભાઇ સિહાણી, યોગેન્દ્રસિંહ ગોહિલ, માલદેવસિંહ ચુડાસમા, રાહુલભાઇ લાલકિયા, હરદિપસિંહ જાડેજા, વિશ્વરાજસિંહ ઝાલા, ઋષિરાજસિંહ ઝાલા, નિતીનભાઇ વ્યાસ, દિલીપભાઇ જીવાણી, મિતરાજસિંહ ઝાલા, વિજયભાઇ બોરીચા, હકાભાઇ દેથરીયા, કુલદીપસિંહ ઝાલા, સાગરભાઇ લાંબરિયા, યશ પટેલ સહિતના જહેમત ઉઠાવે છે. પ્રસ્તુત તસ્વીરમાં રાસની તાલીમ લેતી ગરબી મંડળની બાળાઓ નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરિયા)

(4:27 pm IST)