Gujarati News

Gujarati News

News of Monday, 19th September 2022

ચોરી અને મારામારીના ગુનામાં નાસતો ફરતો વિરૂ ઉર્ફે ઉડીયો ઝડપાયો

રાજકોટ,તા. ૧૯ : શહેરના અલગ -અલગ વિસ્‍તારમાં ચોરી અને મારામારીના ગુનામાં નાસતા ફરતા શખ્‍સને પ્રનગર પોલીસે પકડી લીધો છે.

મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં ચોરી અને મારામારીના ગુનામાં સામેલ શખ્‍સ કીટીપરા વિસ્‍તારમાં આવ્‍યો હોવાની પ્રનગર પોલીસ મથકના હેડ કોન્‍સ કરણભાઇ મારૂ, કોન્‍સ. યુવરાજસિંહ જાડેજાને બાતમી મળતા ચોરી અને મારામારીના ચાર ગુનામાં છેલ્લા ત્રણ મહિનાથી નાસતા ફરતા વિરૂ ઉર્ફે ઉડીયો કાકુભાઇ ભોણીયા (ઉવ.૩૫) (રહે. કીટીપરા ગાયકવાડી આવાસ યોજના કવાર્ટર વીંગ-એ)ને પકડી લીધો હતો આ કામગીરી પી.આઇ. આર.ટી.વ્‍યાસના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ કે.સી.રાણા, હેડ કોન્‍સ. કરણભાઇ મારૂ, કલ્‍પેશભાઇ ચાવડા, કોન્‍સ. યુવરાજસિંહ જાડેજા, અશોકભાઇ હુંબલ, મહાવિરસિંહ જાડેજા, અનોપસિંહ ઝાલા અને જયેન્‍દ્રસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી.

(4:09 pm IST)