Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

સદર વિસ્તારના તાજીયા ફુલછાબ ચોક, ભીલવાસ ચોકમાં જઇને પોતપોતાના માતમમાં જશેઃ કટારીયા

તાજીયા માતમમાં: રાજકોટ શહેરમાં બનેલા વિવિધ આકર્ષણરૂપ તાજીયા આજે સાંજે માતમમાં આવી ગયા હતા. જેમાં રામનાથપરા, દુધની ડેરી વિસ્તારમાં બનેલા તાજીયા, દુલ દુલ તથા આકર્ષક શણગારેલી સબીલો વિસ્તારમાં નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટઃ તા.૧૯, શહેર તાજીયા કમીટીના પ્રમુખ આશીફભાઈ સલોત, સદર તાજીયા કમીટીના પ્રમુખ હબીબભાઈ ગનીબાપુ કટારીયાએ રાજકોટમાં રોગચાળો ન ફેલાય અને આપણું રાજકોટ સ્વચ્છ-સ્વસ્થ રહે તેવા લોકહિતને ધ્યાનમાં લઈને તાજીયાનું જુલુસ ન ફેરવવાનો બન્ને કમીટીના હોદેદારોએ નિર્ણય લીધેલ છે.

 સદર વિસ્તારમાં બનતા તાજીયા પોતાના માતમમાં જ રહેશે. પરંતુ ફુલછાબ ચોક, ભીલવાસ ચોકથી પરત ફુલછાબ ચોકમાં થઈને પોત પોતાના માતમમાં જશે. એજ રીતે બીજા દિવસે એટલે કે તા.૨૦ નાં રોજ પણ આજ પ્રમાણે તાજીયાઓ માતમમાં જ રહેશે.

 સદર ખાટકીવાસ તાજીયાના હાજી હુસેનભાઈ માંડરીયા, સદર મિત્ર મંડળ તાજીયાના રવિભાઈ મોહનભાઈ સોઢા, સિકંદરભાઈ સોદાગર, રફીકભાઈ કટારીયા, ઈબ્રાહીમભાઈ મેમણ, શાહબાઝભાઈ પઠાણ, યુસુફભાઈ સીદીકી, આબીદભાઈ શેખ, વસીમભાઈ સુમરા તથા રતિભાઈ બુંદેલા, સદર કચ્છી શેરી દુલદુલના જાફરભાઈ બાવાણો, આરીફભાઈ સોદાગર, બ્રહ્મસમાજ નુરાનીપરા તાજીયાના ઈકબાલબાપુ બુખારી તથા સોનુબાપુ બુખારી, નહેરૂનગર તાજીયાના બસીરબાપુ બુખારી, રઝાકભાઈ કારીયાણીયા, એજાઝબાપુ બુખારી) વૈશાલીનગર તાજીયાના આશીફભાઈ પાધરસી, હનુમાન મઢી તાજીયાના શબ્બીરભાઈ કુવાડીયા, નહેરૂનગર-૩ તાજીયાના સુરજભાઈ નારેજા, સુભાષ નગર-૮ તાજીયાના પરવેઝભાઈ કુરેશી,  સુભાષનગર-૧૦ તાજીયાના મેરાજભાઈ વિધાણી, સુભાષનગર શેરી નં.૧૦ દુલદુલના અકીબભાઈ મામટી, અબ્બાસ અલમદાર ગાદીના અનવરભાઈ ધાડા, નાણાવટી ચોક તાજીયાના દાઉદભાઈ સુમરા, જાકીરભાઈ શેખ, રૈયાવાળા તાજીયાના અમીનબાપુ સૈયદ, ચાંદ સૈયદ ગાદીના મુંજાવર સૈયદ રફીકબાપુ બુખારી, કાસમ દુલા ગાદીના મુંજાવર રતિબાપુ બુંદેલા તથા હાજી કાસમભાઈ લાખા, જરીવાલાબાપુ ગાદીના ફારૂકભાઈ માંડરીયા, ઈમરાનભાઈ હાજી-જમાલભાઈ ચૌહાણ, બારે ઈમામ અહેમદભાઈ કટારીયા તથા યુનુસભાઈ કટારીયા, દરીયાશાબાપુ ગાદીના મુન્નાભાઈ મક્રાણી તથા યુસુફભાઈ મકરાણી, હેદરશાબાપુ, ઈકબાલભાઈ ચૌહાણ , ભયલાભાઈ ગવલી, નારણભાઈ ઠાકોર વિગેરેને જવાબદારી સોંપતા સદર તાજીયા કમીટીના પ્રમુખ હબીબભાઈ ગનીબાપુ કટારીયા, મહામંત્રી એજાઝબાપુ બુખારીની એક સંયુકત યાદીમાં જણાવાયેલ છે.

(3:06 pm IST)