Gujarati News

Gujarati News

News of Thursday, 19th August 2021

હલીમાબેને સબીલે લ્હાણ આપવા મામલે બોલતાં રૂકૈયાએ બટકુ ભર્યુ

બજરંગવાડીના વૃધ્ધાને ઢીકાપાટુનો માર પણ માર્યો

રાજકોટ તા. ૧૯: બજરંગવાડી-૬માં રહેતાં હલીમાબેન અહેમદભાઇ ખોખર (ઉ.વ.૮૫) નજીકમાં ૨૫ વારીયામાં સગાને ઘરે ગયા હોઇ ત્યાં બાજુમાં સબીલ પર બધાને લ્હાણ અપાતી હોઇ તે વખતે હલીમાબેને કોૈટુંબીક સગામાં થતી રૂકૈયા પણ લ્હાણ લેવા આવી હોઇ તેને લ્હાણ આપતાં નહિ તેવું બોલતાં રૂકેયાએ માથાકુટ કરી એ પછી હલીમાબેન ઘરે જતાં ઘરે આવી ઢીકાપાટુનો માર માર હાથમાં બટકુ ભરી લેતાં ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. આ અંગેની વિગતો એઝાઝભાઇએ આપી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરી હતી.

(1:00 pm IST)