Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

યાર બાદશાહ... સમર્થ સાહિત્યકાર ચંદ્રકાન્ત બક્ષીની કાલે ૮૭ મી જન્મ જયંતિ

ચંદ્રકાંત બક્ષી ... સિર્ફ નામ હી કાફી હૈ. એમની કલમમાં શ્યાહી નહીં, તેજાબ નિતરતો, એમના મિજાજમાં મજબુરી નહીં બાદશાહી જોવા મળતી. એમની આંખોમાં સચ્ચાઇનો ઝણકાર, વર્તનમાં ખુમારીનો રૂઆબ અને લેખનમાં નવા નવા શબ્દો અને અનોખી તાજગી જોવા મળતી. એક યુગ સર્જક બક્ષી સાહેબે ગુજરાતી ભાષાને નવી પરિભાષા આપી હતી.

બક્ષી સાહેબે ગુજરાતી સાહિત્યમાં કોલમીસ્ટ, નોવેલ, નવલિકા, ચિંતનાત્મક લેખ, નિબંધ, ટુંકી વાર્તા વિ. સાહિત્યના તમામ પાસાઓ ઉતર કલમ ચલાવેલી. ટુંકી વાર્તાઓ પર ફોકસ કરીએ તો તેઓ માનતા ટુંકીવાર્તાનો લોપ નથી થયો, પરંતુ માત્ર અલોપ થઇ છે. ગુજરાતી ભાષામાં શ્રી બક્ષી સાહેબની ટુંકીવાર્તા 'કુત્તી' એ તો હલચલ મચાવી દીધેલી. તત્કાલીન ગુજરાત સરકારે તેમની ઉપર કેસ પણ કરેલો અને એ કેસની મુદતે ખિસ્સા કાતરૂમવાલીઓ સાથે કોર્ટમાં નિયમિત હાજર પણ રહેતા અને સરકારશ્રીએ તેમનો કેસ પાછો ખેંચેલો. આવો આજે તેમના વાર્તા વિીશ્વની શેર કરીએ. ''વાર્તાનું ઉદ્દગમસ્થાન છાતી છે. મગ નહીં. હીલીંગ છે બુધ્ધ નહીં! બુધ્ધી હલાવી નાખવાથી વાર્તા નહી વરસી જાય, માત્ર શબ્દો ઢોળાઇ જશે'' વાર્તાઓ ઘણીવાર એકઝોસ્ટ વાલ્વનું કામ કરે છે. ઘણીવાર ઇન્જેકશનનું કામ કરે છે. મને મારા પોતાનામાં સૌથી વિશેષ વિશ્વાસ વાતામાં જ મળ્યો છે. રાતનું શહેર, રાત્રે શહેર પીછા સમેટી લે છે. નહોર અંદર ખેંચી લે છે. સાપની કાંચળી જેવી કાંચળી પહેરી લે છે પણ એ કાંચળી નિયોન લાઇટોની નીચે રંગીન ઝગારા મારે છે. હોટલોના પ્રકાશમાં આફટર શેવ લોશન જેવી સુગંધમાં ખુશ થતી થતી તરફડે છે.'' એક એક શબ્દનો અનોખો અર્થ અને અનોખો મિજાજ છે. એમની વાર્તાઓની ખામોશીને કાન દઇને સાંભળવી પડે છે. ત્યારે શબ્દની પેલેપારની દુનિયાનું દ્રશ્ય જોઇ શકીએ છીએ. એમાં વાર્તાનો ઉઘાડ સમજાય છે. આજે તેમના ૮૭ માં જન્મ દિવસે આનંદો લખો, વાંચો અને 'લિવ લાઇફ કિંગ સાઇઝ' એજ તેમને શબ્દાંજલી! (૧૬.૩)

- હરનેશ સોલંકી, મુખ્ય સંયોજક

શ્રી ચંદ્રકાંતબક્ષી સાહિત્ય વર્તુળ રાજકોટ

(4:36 pm IST)
  • ગુજરાતમાં વસતા લઘુમતિ કોમના લોકોમાં પુરુષ દીઠ મહિલાઓની સંખ્યા હિંદુઓ કરતા વધારે : ખ્રિસ્તી કોમમાં 1000 પુરુષદીઠ 979 મહિલા ,જૈનમાં 966 તથા મુસ્લિમ કોમમાં 1000 પુરુષદીઠ 944 મહિલાની સંખ્યા : હિંદુઓમાં 1000 પુરુષદીઠ 916 મહિલાઓ હોવાનો કેન્દ્ર સરકારનો અહેવાલ access_time 12:09 pm IST

  • દિલ્હીમાં યમુના નદીના પાણી ભયજનક સપાટીએ : નદીકાંઠે વસતા લોકોનું સ્થળાંતર કરાવવાની કાર્યવાહી શરૂ : રેસ્ક્યુ વ્યવસ્થા માટે ચીફ મિનિસ્ટર કેજરીવાલએ તાત્કાલિક મિટિંગ બોલાવી access_time 12:33 pm IST

  • પૂછ-રાવલકોટ બસ સેવા સ્થગિત ;ચાકન દા બાગ ક્રોસિંગ પાસે 65 ટ્રક ફસાયા :પાકિસ્તાન કબ્જાગ્રસ્ત અને જમ્મુ કશ્મીર વચ્ચે દોડતી બસ પૈગામ એ અમન સ્થગિત :પાકિસ્તાનના ચાકન દા બાગ ગ (જમ્મુ કાશ્મીર )થી રાવલ કોટ (પાક,કબ્જાગ્રસ્ત કાશ્મીર )વચ્ચે ચાલતી આ બસ ફરી ક્યારે શરૂ થશે તેની કોઈ જાણકારી આવી નથી access_time 1:00 am IST