Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

માધાપર ચોકડી પાસેથી અતુલ પટેલ રિક્ષામાં દારૂના જથ્થા સાથે પકડાયો

ગાંધીગ્રામ પીએસઆઇ એચ. વી. સોમૈયા અને ટીમે બાતમી પરથી દબોચ્યો

રાજકોટ તા. ૧૯: કાલાવડ રોડ પર પ્રેમ મંદિર પાછળ રવિ પાર્ક શેરી નં. ૧ બ્લોક નં. ૪૧માં રહેતાં અતુલ ગોરધનભાઇ વેકરીયા (ઉ.૫૨) નામના પટેલ પ્રોૈઢને ગાંધીગ્રામ પોલીસે માધાપર ચોકડી પાસેથી રિક્ષામાં ૬૦ બોટલ દારૂ રાખીને નીકળતાં પકડી લીધો હતો.

પીએસઆઇ એચ. વી. સોમૈયા, એએસઆઇ મેરામભાઇ ડાંગર, રાજુભાઇ કોડીયાતર, હેડકોન્સ. જીતેન્દ્રભાઇ બાળા અને કોન્સ. ભરતભાઇની ટીમ પી.આઇ. વી. વી. ઓડેદરાની રાહબરીમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે પીએસઆઇ સોમૈયાને બાતમી મળી હતી કે જીજે૩એયુ-૬૦૯૮ નંબરની રિક્ષામાં એક શખ્સ દારૂ લઇને માધાપર ચોકડી તરફ આવી રહ્યો છે. તેના આધારે વોચ રાખી રિક્ષા અટકાવી તલાશી લેતાં અંદરથી ૧૮ જારનો ૬૦ બોટલ દારૂ મળતાં તે તથા રિક્ષા, મોબાઇલ મળી કુલ રૂ. ૭૮,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કરી રિક્ષા ચાલક અતુલ વેકરીયાની ધરપકડ કરવામાં આવી હતી. ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પશ્ચિમ તથા ઉચ્ચ અધિકારીઓએ તહેવાર સંદર્ભે ચેકીંગ કરવા આપેલી સુચના અંતર્ગત આ કામગીરી થઇ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં અતુલ પટેલે પોતે જસદણ તરફથી દારૂ ભરી લાવ્યાનું રટણ કર્યુ છે. તે અગાઉ પણ દારૂના ગુનામાં પકડાયો હતો. વિશેષ તપાસ માટે રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

(4:10 pm IST)
  • ગુરૂવાર સુધી બેંગ્લુરૂમાં વરસાદ પડવા પુરી સંભાવના આજે કેટલાક વિસ્તારમાં વરસાદ પડશે access_time 11:35 am IST

  • શેરબજાર ગ્રીન ઝોનમાં ર-૩૦ કલાકે સેન્સેકસ ૧૦ર પોઇન્ટ વધીને ૩૭૩૯૪ અને નીફટી ર૦ પોઇન્ટ વધીને ૧૧૦૬૮ ઉપર છેઃ ડોલર સામે રૂપિયો ૭૧.૪પ ઉપર ટ્રેડ કરે છેઃ આજે શેરબજારમાં જાહેર ક્ષેત્રની બેંકોના શેર્સ તુટયા હતા access_time 3:59 pm IST

  • ઉત્તર પ્રદેશમાં ઇંધણ મોંઘુ:યોગી સરકારે વેટના દરમાં કર્યો વધારો :ખાદ્ય ઘટાડવા યોગી સરકારે પેટ્રોલ ઉપર 28,8 ટકા અને ડીઝલ ઉપર 17,48 ટકા વેટ વસૂલવા કર્યો નિર્ણંય ;વેટ વધતા પેટ્રોલ લિટરે 2,35 રૂપિયા અને ડીઝલ 92 પૈસા લિટરે મોંઘુ થયું access_time 1:15 am IST