Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

વોર્ડ નં.૧૩માં ભુગર્ભ ગટરની સમસ્યા ઉકેલવા કોંગી કોર્પોરેટર જાગૃતિબેન સમક્ષ ખડે પગે

રાજકોટઃ વોર્ડ નં.૧૩ના અનેક સોસાયટીઓમાં તંત્રની બેદરકારીને કારણે ભૂગર્ભ ગટરનાં ગંદા પાણીની નર્ક સમાન ગંદકી વહી રહી છે ત્યારે કોંગ્રેસમાં કોર્પોર.ટ જાગૃતિબેન ડાંગર અને કોંગી આગેવાન પ્રભાતભાઇ ડાંગરે સતત ખડેપગે રહી જેટીંગ મશીન મંગાવી ભૂગર્ભ ગટરો સાફ કરાવી ગંદકી દુર કરાવેલ. તે વખતની ગંદકી દૂર કરાવેલ તે વખતની તસ્વીર. આ વોર્ડમાં સફાઇ અભિયાન દરમિયાન પણ સફાઇ નહી થયાનો આક્ષેપ આ કોંગી આગેવાનોએ કર્યો હતો.

(3:57 pm IST)
  • શેરબજાર ગ્રીન ઝોનમાં ર-૩૦ કલાકે સેન્સેકસ ૧૦ર પોઇન્ટ વધીને ૩૭૩૯૪ અને નીફટી ર૦ પોઇન્ટ વધીને ૧૧૦૬૮ ઉપર છેઃ ડોલર સામે રૂપિયો ૭૧.૪પ ઉપર ટ્રેડ કરે છેઃ આજે શેરબજારમાં જાહેર ક્ષેત્રની બેંકોના શેર્સ તુટયા હતા access_time 3:59 pm IST

  • કૈલાસ માનસરોવર યાત્રા સ્થગિત : હિમાલય તથા ઉત્તરાંચલમાં ભારે વરસાદના કારણે લેવાયેલો નિર્ણય : દિલ્હીથી આજરોજ રવાના થનારી 18 મી ટુકડીને રોકી દેવાઈ access_time 8:17 pm IST

  • દેશના નેશનલ હાઇવે ઉપર ૧૪૦૦ એમ્બ્યુલન્સ ખડેપગે રહેશે : હાઇવે પર થતા અકસ્માતોમાં: તાત્કાલીક સારવાર મળે તે માટે સુવિધા : મોદી સરકાર દ્વારા લેવાયેલ નિર્ણયની નિતિન ગડકરીએ જાહેરાત કરી : દેશના નેશનલ હાઇવે પર ૧૪૦૦ એમ્બ્યુલન્સ તૈનાત રાખવાની તૈયારીઃ દર ૫૦ કિલો મીટરના અંતરે એક એમ્બ્યુલન્સ રાખવાની તૈયારીઃ હાઇવે પર સુરક્ષા વધારવા માટે રોડ સેફટી બોર્ડની રચના કરાશે access_time 3:53 pm IST