Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

ગુરૂજીનગરના કવાર્ટરમાં જુગારધામ પર દરોડોઃ આઠ શખ્સો પકડાયા

નાણાવટી ચોક આર.એમ.સી.કવાર્ટરમાંથી જુગાર રમતા ચાર ઝડપાયા

રાજકોટ તા. ૧૯ : શહેરના સાધુવાસવાણી રોડ પર ગુરૂજીનગર કવાર્ટરમાં અને નાણાવટી ચોક આર.એમ.સી.ના કવાર્ટરમાં યુનિવર્સિટી પોલીસે  બાતમીના આધારે દરોડો પાડી ૧ર શખ્સોને જુગાર રમતા પકડી લીધા છે.

મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની સૂચનાથી યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. એ.એલ. આચાર્યના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.વી. રબારી, હેડ કોન્સ હરેશભાઇ, રાજેશભાઇ મીયાત્રા, હરપાલસિંહ, મુકેશભાઇ તથા પુષ્પરાજસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે પુષ્પરાજસિંહ અને મુકેશભાઇને મળેલી બાતમીના આધારે સાધુવાસવાણી રોડ, ગુરૂજીનગર આર.એમ.સી.ના કાવર્ટર બ્લોક નં.ર૧ર મો દરોડો પાડી કવાર્ટરમાંથી મનિષ પ્રતાપભાઇ પંડયા, અમિત શીવલાલભાઇ વોરા, અમિત મધુસુદનભાઇ પંડયા, ઝાકીરશા અનવરશા શાહમદાર, રવી નરેશભાઇ મકવાણા, સંગરામ ઉકાભાઇ સોહલા, રફીક બાબુભાઇ કચરા, અને ધર્મેશ કીશોરભાઇ પરમારને પકડી લઇ રૂ.રર,૪પ૦ ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

જયારે બીજા દરોડામાં હરપાલસિંહ તથા મુકેશભાઇને મળેલી બાતમીના આધારે નાણાવટી ચોક આર.એમ.સી.કવાર્ટર બ્લોક નં. ૯ કવાટર નં. ર૭૭માં દરોડો પાડી જુગાર રમતા હનિફ યુસુફભાઇ જુણેજા, રમઝાન ઇબ્રાહીમભાઇ દલ્લુ, ધવલ ભીમાભાઇ ખટારીયા અને સૈયદમિયા વિરૂમિયા કાદરીને પકડી લઇ રૂ. ૧ર,પપ૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

(3:51 pm IST)