Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

આજી જીઆઇડીસીના કારખાનામાં પગી નાનજીભાઇ તેરૈયાનો ઝાડમાં લટકી આપઘાત

રાજકોટ, તા. ૧૯ :  આજી જીઆઇડીસીમાં આવેલ યુનાઇટેડ કેમીકલ નામના કારખાનામાં ઝાડમાં દોરી બાંધી વૃદ્ધ પગીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ ગંજીવાડામાં મહાકાળી ચોકમાં રહેતા નાનજીભાઇ રામજીભાઇ તેરૈયા (ઉ.વ.૭ર) એ વહેલી સવારે આજી જી.આઇ.ડી.સી.માં આવેલા યુનાઇટેડ કેમીકલ નામના કારખાનામાં કમ્પાઉન્ડમાં લીમડાના ઝાડ સાથે દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. સવારે તેના મિત્ર કારખાને આવતા પગી નાનજીભાઇને ઝાડમાં લટકતા જોઇને તાકીદે જાણ કરતા થોરાળા પોલસ મથકના હેડ કોન્સ. ગોકુલભાઇ તથા રાઇટર વિક્રમભાઇએ સ્થળ પર પહોંચી તપાસ આદરી હતી. મૃતક નાનજીભાઇને સંતાનમાં બે પુત્ર છે. તે ઘણા સમયથી કારખાનામાં પગીપણુ કરતા હતા. તેણે કયા કારણોસર આ પગલુ ભર્યુ તે અંગેનું કારણ જાણવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે. (૯.૩)

(4:03 pm IST)