Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

વિશ્વયોગ દિને ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર વિશેષ યોગા કાર્યક્રમ

સંચાલકઃ-સ્વામી ઓમ જગદીશચંદ્ર-યોગાચાર્ય, રેકી માસ્ટર ઓમ રેકી ધ્યાન, જીતેન પિરામીડ તથા વાસ્તુ એકસપર્ટ

રાજકોટ તા. ૧૯ : ઓશોના સૂત્ર ''ઉત્સવ આમાર જાતી આનંદ આમાર ગૌત્ર''ને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિર ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવ, ભજન, કિર્તન, ગીત-સંગીત, વિવિધ સંપ્રદાયોના ઉત્સવો, વિશ્વ દિવસ વગેરે રાજકોટના ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર પર છેલ્લા ૩૩ વર્ષોથી અવાર નવાર ઉજવવામાં આવે છે.

આગામી તા.ર૧ મી જુનને ગુરૂવારના રોજ વિશ્વ યોગ દિવસ નિમિતે હરસાલની માફક આ વર્ષે પણ સાંજના ૬ થી ૮ દરમ્યાન વિશ્વ યોગ દિવસ, સંધ્યા ધ્યાન, ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેનુ સંચાલન સ્વામિ ઓમ જગદીશચંદ્ર કરવાના છે જેઓ યોગાચાર્ય રૈકીમાસ્ટર, ઓમ રૈકી માસ્ટરના પ્રણેતા તથા જીતેન પિરામીડ, વાસ્તુ એકસપર્ટ છે.

ઉપરોકત વિશ્વ યોગ દિવસે યોજેલ વિશેષ કાર્યક્રમમાં સહભાગી થવા રાજકોટની ધર્મપ્રેમી જનતાને ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે અનુરોધ કરેલ છે.

સ્થળઃ- ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, ૪ વૈદવાડી રાજકોટ. વિશેષ માહિતીઃ- સ્વામિ સત્ય પ્રકાશ-૯૪ર૭ર પ૪ર૭૬ જયેષભાઇ કોટકઃ- ૯૪ર૬૯ ૯૬૮૪૩(૬.૨૧)

(3:59 pm IST)