Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

યુવા ભીમસેના પાંચ લાખ યુવાનોની ટીમ બનાવશેઃ કાલે બુધવારે વિચારગોષ્ઠી

રાજકોટ,તા.૧૯: યુવા ભીમસેના દ્વારા તા.૨૦ના બુધવારે સાંજે ૪ વાગ્યે ડો.આંબેડકર ભવન, દાસીજીવણપરા ગૌતમમ બૌધ્ધ વિહારી બાજુમાં નાના મવા મેઈન રોડ રાજકોટ ખાતે વિચાર ગોષ્ઠી રાખેલ છે. જેમાં હાલમાં દલિતો પર થતા અત્યાચારમાં ગુજરાત બીજા ક્રમે આવે છે તે બાબતે અત્યાચાર કેમ રોકવા, તેની સામે કેમ લડત આપવી કાયદાકીય જ્ઞાન વિ.વિષે માર્ગદર્શન આપવામાં આવશે.

યુવા ભીમ સેનાના પાંચ લાખ યુવાની ટીમ બનાવવાની નેમનો લક્ષ પૂરો કરવા વિચાર ગોષ્ઠી તેમજ રાજકોટ શહેર જીલ્લા, તાલુકાના ભીમ સૈનીકોની હોદા તેમજ જીલ્લાનો વિસ્તાર વધારવા માટે મિટીંગનું આયોજન કરવામાં આવેલ છે. રાજકોટ જીલ્લાના એસ.સી.એસ.ટી અને માઈનોરીટીના યુવાનોને ઉપસ્થિત રહેવા યાદીમાં જણાવાયું છે. વધુ વિગતો માટે મો.૯૭૩૭૧ ૫૧૫૩૦ ઉપર સંપર્ક કરવો.

તસ્વીરમાં સર્વેશ્રી ડી.ડી.સોલંકી (રાષ્ટ્રી અધ્યક્ષ યુવા ભીમ સેના), પરેશભાઈ સાગઠીયા, કેશવભાઈ પરમાર, પ્રવીણભાઈ રાઠોડ, મીનાબેન સરવૈયા, રાજેશભાઈ સરવૈયા, સંતોષભાઈ મહાલીયા, યોગેશભાઈ વઘેરા, નાથાભાઈ ગોહિલ નજરે પડે છે.(તસ્વીરઃ અશોક બગથરીયા) (૩૦.૧૦)

(3:58 pm IST)