Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

મર્હુમ ગનીબાપુના નિવાસસ્થાને ઈદની મુબારકબાદી પાઠવતા અનુપમસિંહ ગેહલોત

રાજકોટઃ મુસ્લીમ અગ્રણી હબીબભાઈ ગનીબાપુ કટારીયાની યાદીમાં જણાવ્યા મુજબ ઈસ્લામ ધર્મના તહેવાર ઈદ ઉલ ફીત્ર રમજાન ઈદ નિમીતે મર્હુમ ગનીબાપુના નિવાસસ્થાને ઈદની મુબારકબાદી પાઠવવા પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોતે ખાસ હાજરી આપી મુસ્લીમ બિરાદરોને ઈદની મુબારકબાદી પાઠવતા જણાવ્યુ હતુ કે આજનો ઈદનો દિવસ કોમી એખલાસ અને ભાઈચારાની ભાવનાનો સંદેશ આપે છે. હબીબભાઈ કટારીયાએ પોલીસ કમિશ્નર સહિત તમામ પોલીસ અધિકારીઓનું પુષ્પગુચ્છથી અભિવાદન કરી આવકારેલ અને આજીવન સેવાના ભેખધારી અમારા વાલીદે મોહતરમ મર્હુમ ગનીબાપુની કોમી એકતાની મિસાલને કાયમ રાખવા ખાત્રી આપેલ હતી.

આ પ્રસંગે નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૨ ડો.કરણરાજ વાઘેલા, ડી.સી.પી. ઝોન-૧ બલરામ મિના, અધિક નાયબ પોલીસ કમિશ્નર શ્રી હર્ષદ મહેતા, કાઈમ બ્રાન્ચના પી.આઈ.એચ. એમ. ગઢવી, પ્ર.નગરના પી.આઈ.બી.એમ.કાતરીયા, પી.એસ.આઈ.એચ. એમ. રાણા વગેરે પોલીસ અધિકારીઓએ તમામ હિન્દુ- મુસ્લીમ બિરાદરોને ભલી શુભેચ્છાઓ સાથે ઈદની મુબારકબાદી આપેલ હતી. આ પ્રસંગે મુસ્લીમ અગ્રણી રહીમભાઈ સોરા, રતિભાઈ બુંદેલા, સુલેમાનભાઈ સંઘાર, ડો.અ.બેલીમ, કાનાભાઈ વાગડીયા, ધિરૂભાઈ છાટબાર, હંસરાજભાઈ પટેલ, મસુદભાઈ સોદાગર, આસીફભાઈ ખોખર, ફારૂકભાઈ ગવલી, હાજી દીલુભાઈ દોણકીયા, હાજી ઈસ્માઈલભાઈ કુરેશી, આલમગીર અનસારી, વ્હોરા સમાજના અલી હશેન ભારમલ, મુસ્તફાભાઈ વહોરા, રઘાભાઈ ભુવા, યુસુફભાઈ કટારીયા, હનીફભાઈ કટારીયા, ઉમરભાઈ કટારીયા, જાફરભાઈ બાવાણી, અ.વહાબભાઈ કચ્છી, હુશેન દાદવાણી, સલીમભાઈ દલવાણી, અરબાઝ સોદાગર, રેહાનભાઈ શેખ, મોહનભાઈ સોઢા, નરેશભાઈ મકવાણા, નીતિનભાઈ ચૌહાણ, ભરતભાઈ રામાનંદી, પરેશભાઈ વોરા તથા સદર વિસ્તારના વેપારી આગેવાનો ભાવેશભાઈ મકવાણા, મુકેશભાઈ લાલવાણી, છોટુભાઈ રાજ, ભરતભાઈ ચગ, યશંવતભાઈ મહેતા, હાજી સલીમભાઈ સંગમ વગેરે હાજર રહ્યા હતા.

આ કાર્યને સફળ બનાવવા ગફારભાઈ કટારીયા, રફીકભાઈ કટારીયા, સલીમભાઈ કટારીયા, અલ્તાફભાઈ કટારીયા, સબ્બીરભાઈ કટારીયા, સકીલભાઈ કટારીયા, સુફીયાનભાઈ કટારીયા, નવાઝભાઈ સમા, સરદારજી સત્યજીત વગેરેએ સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.(૩૦.૨)

 

(3:56 pm IST)