Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

અખિલ મચ્છુ કઠીયા સઇ સુથાર દરજી સમાજ ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ

રાજકોટ : અખિલ મચ્છુ કઠીયા સઇ સુથાર દરજી સમાજ શૈક્ષણિક ટ્રસ્ટ દ્વારા અગીયારમો નોટબુક વિતરણનો કાર્યક્રમ તાજેતરમાં યોજાયો હતો. જેમાં ૭૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, દેવાંગભાઇ માંકડ, નિતીનભાઇ ભારદ્વાજ, નિલેશભાઇ જળુ, ઉમેશભાઇ જે. પી., વિપુલભાઇ માખેલા, જ્ઞાતિ મે.ટ્રસ્ટી હિંમતભાઇ ચૌહાણ, જ્ઞાતિ ટ્રસ્ટી વિનુભાઇ પીઠડીયા, જ્ઞાતિ પ્રમુખ દુર્લભજીભાઇ વાઘેલા, જ્ઞાતિ મંત્રી યોગેશભાઇ પીઠડીયા, મુકેશભાઇ ગોહેલ, જીતુભાઇ પરમાર, રણજીતભાઇ પીઠડીયા, હીરેનભાઇ ટંકારીયા, રમેશભાઇ ટંકારીયા (પ્રેસ ફોટોગ્રાફર), વજુભાઇ પીઠડીયા (જીવન ઉત્સવ), ગીરીશભાઇ પરમાર, તનસુખભાઇ ગોહેલ, નિરંજનભાઇ સોલંકી તેમજ અન્ય જ્ઞાતિજનો ઉપસ્થિત રહેલ. જ્ઞાતિના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરી પ્રોત્સાહીત કરવાની આ કામગીરીને સૌએ બિરદાવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ટ્રસ્ટના પ્રમુખ દિપકભાઇ સી. પીઠડીયા, ઉપપ્રમુખ સુરેશભાઇ મકવાણા, મંત્રી જીતુભાઇ પીઠડીયા, ખજાનચી મનસુખભાઇ ચાવડા તેમજ કારોબારી સભ્યો જીતુભાઇ ચાવડા, દેવેનભાઇ મકવાણા, હસમુખભાઇ ગોહેલ, હરસુખભાઇ ચાવડા, ભુપતભાઇ ગોહેલ, મનિષભાઇ પીઠડીયા, અરવિંદભાઇ પીઠડીયા, પ્રશાંતભાઇ પીઠડીયા, મનિષભાઇ ધામેચા, દિનેશભાઇ લીંબડ, નવીનભાઇ પીઠડીયા, લાયબ્રેસ સભ્યો અમિતભાઇ ગોહેલ, વિરલભાઇ ધામેચા, પ્રિયાબેન પરમાર, યોગેશભાઇ પીઠડીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:46 pm IST)