Gujarati News

Gujarati News

News of Tuesday, 19th June 2018

લગ્ન પ્રસંગે યોજાયેલ વરઘોડામાં ફાયરીંગ કરવા અંગે પકડાયેલ આરોપીની રીમાન્ડ રદ

રીમાન્ડ રદ થતાં કોર્ટ દ્વારા જામીન પર છોડવા હુકમ

રાજકોટ તા. ૧૯: થોડા સમય પહેલા સોશીયલ મીડીયા પર વાયરલ થયેલ વીડીયો કે જેમાં એક ઇસમ લગ્ન પ્રસંગમાં યોજાયેલ વરઘોડામાં ફોરવીલ ઓડી કાર નં. જીજે-૦૩-જેઆર-૪૭૧૪ માં બેસી જાહેરમાં પોતાની પાસેના હથીયારમાંથી બેફામ આડેધડ વારંવાર છ વાર ફાયરીંગ કરી અન્યની જીંદગી તથા શારીરીક સલામતી ભયમાં મુકાય એવી બેદરકારીથી તેમજ પોતાની ધાક જમાવવા સારૃં જાહેરમાં પોતાની પાસેના અગ્ની સામક હથીયારથી ગેરકાયદેસર કૃત્ય કરેલ જે કેસના આરોપી સાગર ઝરીયાની રીમાન્ડ રદ કરીને કોર્ટે જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.

આ કેસની વિગત એવી છે કે, ઉપરોકત ગુન્હાનાં કામે ડી.સી.બી. પોલીસના હેડ કોન્સ. જયસુખભાઇ સવજીભાઇ હુંબલ રાજકોટવાળા જાતે સરકાર તરફે ફરીયાદી બની તાજેતરમાં સોશીયલ મીડીયામાં ઝી ર૪ કલાક ન્યુઝ ચેનલમાં એક વીડીયો વાયરલ થયેલ જેમાં એક ઇસમ લગ્ન પ્રસંગમાં યોજાયેલ વરઘોડામાં ફોરવીલ ઓડી કાર નં. જીજે-૦૩-જેઆર-૪૭૧૪ માં બેસી જાહેરમાં પોતાની પાસેના હથીયારમાંથી બેફામ આડેધડ વારંવાર છ વાર ફાયરીંગ કરી અન્યની જીંદગલી તથા શારીરીક સલામતી ભયમાં મુકાય એવી બેદરકારીથી તેમજ પોતાની ધાક જમાવવા સારૃં જાહેરમાં પોતાની પાસેના અગ્ની સામક હથીયારથી ગેરકાયદેસર કૃત્ય કરેલ જે વીડીયો અનુસંધાને પ્રાથમીક તપાસ કરતા બનાવ રાજકોટનો હોવાનું અને મજકુર ઇસમનું નામ સાગર દેવદાનભાઇ ઝરીયા રાજકોટવાળા હોવાનું ખુલતા મજકુરની તા. ૧પ-૬-ર૦૧૮ના અટક કરી રીમાન્ડ સાથે કોર્ટમાં રજુ કરેલ અને તપાસનીસ અધિકારી તથા આરોપીના એડવોકેટની દલીલો સાંભળી રીમાન્ડ નામંજુર કરેલા અને આરોપી તરફે જામીન અરજી લાવતા કોર્ટે જામીન અરજી ગ્રાહય રાખેલ હતી.

આ કામમાં આરોપી તરફે ધારાશાસ્ત્રી મુકુંદસીંહ વી. સરવૈયા, શૈલેષગીરી કે. ગોસ્વામી, ગીરીશપુરી એન. ગોસ્વામી, જીનીયશ જે. સુવેરા તથા જીતેન એ. ઠાકર (આસીસ્ટન્ટ) રોકાયેલ હતા.

(3:32 pm IST)