Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

પીજીવીસીએલના તમામ કર્મચારીઓ-અધીકારીઓ માટે નવા અમલી થનાર કોર્પોરેટ સેલેરી-અગત્યની જાણકારી

આ કાપલી સાચવી રાખો સવારે ચા સાંજે અકિલા

 

 

રાજકોટ તા. ૧૯: હાલમાં પીજીવીસીએલ કંપનીમાં હાલમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) માં કર્મચારીઓ અને અધિકારીઓના મહતમ સેલેરી એકાઉન્ટ છે જેમાં મળતા આર્થિક લાભો અને અન્ય લાભો ખુબ સીમિત હોય તેમજ આપતા કર્મચારીઓ કે અધિકારીઓને જો એકસીડન્ટમાં અવસાન પામે તો મહતમ ૩૦ લાખ રૃપિયાનું વીમા કવરેજ મળે છે અને તે પણ ઘણી શરતોને આધીન હોય ઘણા ટેકનીકલ કર્મચારીઓને આ રકમનો લાભ મળતો નથી અને તેમનો પરીવાર મળવાપાત્ર આર્થિક લાભથી વંચિત રહેલ છે તે સિવાય પણ ઘણા કારણોસર આવા ઘણા કલેમ રીજેકટ કરવામાં આવેલ છે અથવા ખુબ વિલંબ થવા પામેલ છે.

મેનેજીંગ ડીરેકટર વરૃણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં તારીખ ૧૧/પ/ર૦રર ના રોજ થયેલ મીટીંગમાં હાલના કોર્પોરેટર સેલેરી એકાઉન્ટસના પેકેજમાં જરૃરી સુધારાઓ અંગેની મીટીંગ નિગમિત કચેરી ખાતે રાખવામાં આવેલ જેમાં માન્ય યુનીયનના હોદ્દેદારો સાથે તેમજ એચડીએફસી બેન્કના અધિકારી સાથે થયેલ ચર્ચા અને અગાવ પીજીવીસીએલ મેનેજમેન્ટ દ્વારા મંગાવવામાં આવેલ વિવિધ બેંક દ્વારા આપવામાં આવેલ દરખાસ્ત અંગે વિસ્તૃત ચર્ચા થયેલ હતી.

જુદી જુદી બેંકો દ્વારા આપવામાં આવેલ દરખાસ્ત પૈકી એચડીએફસી બેંક દ્વારા સૌથી સારી દરખાસ્ત વીજ કર્મચારીઓના કોર્પોરેટ સેલેરી પેકેજ માટે આપવામાં આવેલ જેના મુખ્ય મુદ્દાઓ આ મુજબ છ.ે

એચડીએફસી બેંક દ્વારા ઓ નડયુટી કે ઓફ ડયુટી અકસ્માતના કિસ્સામાં અવસાન પામેલ કર્મચારીઓના વારસદારોને પ૦ લાખ રૃપિયાનું વીમા કવચ થકી આર્થિક સહાય કરવામાં આવશે.

જો કર્મચારી અકસ્માતમાં કાયમી અપગંતા ધરાવે તો તેમને રૃપિયા ૩૦ લાખની સહાય કરવામાં આવશે.

જો. કર્મચારીનું અવસાન થાય તો તેમના વારસદારને ૪ લાખ રૃપિયાની શિક્ષણ સહાય આપવામાં આવશે.

જે કર્મચારીનું અવસાન થાય તેના કોઇ ગુણ દોષ જોયા વગર મળવા પાત્ર સહાય રૃપિયા પ૦ લાખ ચુકવી આપવામાં આવશે જે અંગે હાલના એસબીઆઇ બેંકના સેલેરી પેકેજમાં આવી જોગવાઇ નથી.

કોઇપણ કર્મચારીના ઓન ડયુટી / અકસ્માતના કિસ્સામાં અવસાન થાય તો દિવસ ૩૦માં તેમના તમામ ડોકયુમેન્ટ એચ.આર.વિભાગ દ્વારા મેળવી તેમના કલેમનું પેમેન્ટ સુનિશ્ચિત કરવામાં આવશે.

જે કર્મચારીઓ એચડીએફસી બેંકમાં પોતાનું સેલેરી એકાઉન્ટ ખોવાશે તેમને મિલેનિયા કાર્ડ આપવામાં આવશે જેમાં વધારાના ૧૦ લાખ રૃપિયાનું વીમા કવચ મળશે (જેમાં શરત છે કે તે કાર્ડ ૩ મહિના વપરાશ કરેલ હોય)

પ્રતિ દિવસની પ૦૦૦ સુધીની રકમ ખાતામાંથી ઉપાડી શકાશે જેનો કોઇ ચાર્જ નથી.

ઓનલાઇન બેકિંગની તમામ સવલતો વીજ કર્મચારી ખાતેદારોને તદ્દન ફ્રી આપવામાં આવશે.

એચડીએફસી બેંકના કાર્ડમાંથી કોઇપણ બેંકના એટીએમમાંથી ગમે તેટલી વખત ઉપાડ કરી શકાશે અને તો ચાર્જ વસુલવામાં નહી આવે.

દરેક ફેમીલી મેમ્બરના એકાઉન્ટ્સ (ક્ષ્ચ્ય્બ્ ગ્ખ્ન્ખ્ફઘ્ચ્) થી ખોલી શકાશે અને તમામ એકાઉન્ટ્સ કલબ કરી તે મુજબ લાભો મળવાપાત્ર રહેશે.

એચડીએફસી બેન્કમાં એકાઉન્ટ ખોલવાની વીજ કર્મચારીને અકસ્માતના કિસ્સામાં મૃત્યુ થવાના કિસ્સામાં કુલ ૬૪ લાખ રૃપિયાની આર્થિક સહાય મળવાપાત્ર થશે જેમાં ૫૦ લાખ મુળભૂત વીમા કવરેજ + ૧૦ લાખ રૃયિયા પ્ત્ન્ન્ચ્ફત્ખ્ ઘ્ખ્ય્ઝ્રની શરતોને આધિન તેમજ રૃપિયા ૪ લાખ અવસાન પામેલ કર્મચારીના વારસદારને શિક્ષણ માટેની સહાયરૃપે ચુકવી આપવામાં આવશે આથી હાલની જે એસબીઆઇ બેન્ક દ્વારા સેલેરી એકાઉન્ટ્સમાં જે સગવડ આપવામાં આવે છે તેના કરતા ખુબ વિશેષ આર્થિક લાભો વીજ કર્મચારીઓ અને અધિકારીઓને મળવાપાત્ર થશે જે સૌની જાણકારી માટે.

આ યોજના સંપૂર્ણ મરજિયાતપણે લાગુ કરવાની છે જે માટે કોઇ કર્મચારીને ફકત એચડીએફસી બેન્કમાં સેલેરી એકાઉન્ટ્સ ખોલવા માટે નિયમિત કચેરી તરફથી કોઇ ફરજીયાતપણે સુચના નથી પરંતુ આર્થિક લાભોની સરખામણી કરી સ્વવિવેક અનુસાર નિર્ણય કરવાનો રહેશે.

એચડીએફસી બેન્ક દ્વારા દરેક સર્કલના સંબંધિત સબ ડીવીઝનમાં સેલેરી એકાઉન્ટ્સ ખોલવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવશે. જેની જાણકારી અગાઉથી સંબંધિત કચેરીને આપવામાં આવશે.

એચડીએફસી બેન્કના સક્ષમ અધિકારી અને નિપ્રમિત કચેરીના અધિકારીઓ તેમજ યુનિયનનો હોદેદારો દ્વારા દર મહીને મીટીંગનું આયોજન કરવામાં આવશે. અને જે કલેમનું પેમેન્ટ કોઇ કારણોસર અટવાય અથવા મોડુ થાય તો તેનું નિરાકરણ કરવામાં આવશે.

અકસ્માતના કિસ્સામાં અવસાન પામેલ કર્મચારીના વીમા કવરેજના તમામ દસ્તાવેજો એચ.આર.વિભાગ દ્વારા ત્યાર કરવામાં આવશે અને તેનેએચડીએફસી બેન્ક સાથે આ કલેમ અંગે જરૃરી કાર્યવાહી કરવામાં આવશે તેમજ સમયસરનું તેનુ પેમેન્ટ થાય તે અંગે જરૃરી કાર્યવાહી કરવામાં આવશે.

માનનીય મેનેજીંગ ડીરેકટર સાહેબશ્રી દ્વારા કર્મચારીઓના આર્થિક લાભો માટે જે પ્રયાસ કરવામાં આવેલ છે તે સરાહનીય છે અને આપણા કર્મચારીઓના પરિવારની ચિંતા અને આર્થિક લાભો વિષે આટલો સુંદર પ્રયાસ કરવા બદલ અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ તેમનો આભાર વ્યકત કરે છે.

અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના તમામ સભ્યોને નમ્ર નિવેદન છે કે આ દરખાસ્ત કર્મચારીઓના આર્થિક હિતમાં તેમને તેમના પરિવારના હિતમાં હોય વધુમાં વધુ સભ્યો એચડીએફસી બેન્ક દ્વારા આપવામાં આવેલ સેલેરી પેકેજની ઓફરનો લાભ લેવા વિનંતી તેમ છતાં જે સભ્યો આ અંગે પોતાની રીતે સંપૂર્ણ રીતે સ્વતંત્ર નિર્ણય કરે તે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ તરફથી નિવેદન છે.

ચેતનસિંહ રાઠોડ

મહેશ એલ.દેસાણી

અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ

(3:42 pm IST)