Gujarati News

Gujarati News

News of Thursday, 19th May 2022

મહેન્દ્ર ૧૭ બોટલ સાથે પકડાયોઃ ૧૮ હજારનો દારૃ મુકી મહેન્દ્રસિંહ અને પિયુષ ભાગી ગયા

ક્રાઇમ બ્રાંચ અને યુનિવર્સિટી પોલીસના દારૃના દરોડા

રાજકોટ તા. ૧૯: નાના મવા રોડ પર મેઘમાયાનગર-૪ રાજનગર ચોક પાસેથી મહેન્દ્ર નાનજીભાઇ રાઠોડ (ઉ.૪૦-રહે. મેઘમાયાનગર-૪)ને રૃા. ૭૫૦૦ના ૧૭ બોટલ દારૃ સાથે પકડી મોબાઇલ ફોન પણ કબ્જે લેવાયો હતો. ડીસીબીના નગીનભાઇ ડાંગર, કિરતસિંહ ઝાલા અને પ્રદિપસિંહ જાડેજાની બાતમી પરથી એસીપી ડી. વી. બસીયા, પીઆઇ જે. વી. ધોળા, પીઆઇ વાય. બી. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. હુણ, સંજયભાઇ રૃપાપરા સહિતે આ કામગીરી કરી હતી.

અન્ય દરોડામાં પુષ્કરધામ રોડ પર કેવલમ્ સોસાયટીની સામે સરકારી આવાસ યોજના પાસે આંગણવાડીની દદિવાલ પાસેના મેદાનમાં દારૃનો જથ્થો ઉતર્યો હોવાની બાતમી યુનિવર્સિટી પોલીસ મથકના કોન્સ. રાહુલ રાઠોડ, હેડકોન્સ. જુવાનસિંહ ગોહિલને મળતાં દરોડો પાડી રૃા. ૧૮૯૭૫નો ૩૯ બોટલ દારૃ જપ્ત કરાયો હતો. આ દારૃ કેવલમ્ કવાર્ટરમાં રહેતાં મહેન્દ્રસિંહ પરમાર અને પિયુષ રમેશભાઇ રાઠોડે ઉતાર્યો હોવાનું ખુલતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. એસીપી પી. કે. દિયોરા, પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ બી. જી. ડાંગર, હેડકોન્સ. મહિપાલસિંહ જાડેજા સહિતે આ કામગીરી કરી હતી.

(4:35 pm IST)