Gujarati News

Gujarati News

News of Monday, 19th April 2021

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં કોરોના કપરા કાળમાં મલાઇદાર પદ માટે સીન્‍ડીકેટની ચુંટણીઃ ગરમાવો

આજે ભાજપના મેહુલ રૂપાણી, નેહલ શુકલ, ભાવીન કોઠારી, ગીરીશ ભીમાણી, ભરત રામાનુજે દાવેદારી કરીઃ ઉમેદવારો સુપર સ્‍પ્રેડર બનવાની ભીતી

રાજકોટ તા. ૧૯ :.. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનું સર્વોચ્‍ચ  સત્તા મંડળ - સીન્‍ડીકેટ -સીન્‍ડીકેટને ખૂબ મલાઇદાર પદ ગણવામાં આવે છે. કોરોનાના અતિ કપરા કાળમાં સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના સ્‍થાપિત હિતો દ્વારા ચૂંટણીમાં જોરશોરથી પ્રચાર શરૂ કર્યો છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની પ જનરલ વિભાગ અને ૧ ટીચર્સની બેઠકો ઉપર ચૂંટણી યોજવાની છે. ત્‍યારે આજે આ બેઠક ઉપર ભાજપના ઉમેદવારો મેહુલ રૂપાણી, ભાવીન કોઠારી, ગીરીશ ભીમાણી, ભરત રામાનુજ અને નેહલ શુકલએ ઉમેદવારી નોંધાવી રહ્યા છે. જયારે કોંગ્રેસના હરદેવસિંહ જાડેજા પણ ઉમેદવારી આવતીકાલે નોંધાવી રહ્યા છે.

કોરોનાનું સંક્રમણ ખૂબ વધી રહયુ છે. રાજકોટમાં સેંકડો લોકો મૃત્‍યુ પામ્‍યા છે. દર્દીઓ બેડ, દવા, ઇન્‍જેકશન માટે લાઇનમાં ઉભા છે ત્‍યારે મલાઇદાર પદ પામવા સીન્‍ડીકેટની ચૂંટણી યોજાતા ભારે ટીકા થઇ રહી છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની સીન્‍ડીકેટના ઉમેદવારો સૌરાષ્‍ટ્રભરમાં પ્રચાર કરનાર છે. ત્‍યારે આ મુરતીયાઓ સુપર સ્‍પ્રેડર ન બને તો નવાઇ નહી. બંગાળમાં કોંગ્રેસ અને અન્‍ય પક્ષોએ પ્રચાર ન કરવાનો નિર્ણય કર્યો છે. ત્‍યારે આ મલાઇદાર પદ પામવા ઉમેદવારોનો પ્રચાર આવનારા દિવસોમાં કોરોનાનું સંક્રમણ વધે તો નવાઇ નહી.

(4:34 pm IST)